SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (જીવન-વિજ્ઞાત તૈજસ અને કાર્મણ શરીરોને ગમે તે ઉત્પત્તિસ્થાને જતાં પ્રતિબંધ થતો નથી. જીવને આ શરીરો અનાદિકાળથી લાગેલાં છે. જ્યાં જ્ઞાન અને આનંદ પ્રગટ્યો નથી ત્યાં હજુ નિશ્ચય મોક્ષમાર્ગની સિદ્ધિ થઈ નથી, એમ જાણવું. જ્યાં સુધી આત્મજ્ઞાનાદિ ન પ્રગટે ત્યાં સુધી અજ્ઞાન તથા કામક્રોધાદિ ભાવો ચિત્તમાં ક્ષણે ક્ષણે નવા નવા ઊપજ્યા જ કરે છે. સામાન્ય સાધકને તેનો ખ્યાલ પણ આવી શકતો નથી. આમ, સંતતિની અપેક્ષાએ આવા ભાવો જીવ સાથે અનાદિકાળથી સંબંધિત છે. જ્ઞાનીને પ્રગટ થયેલી શુદ્ધતાની બે શ્રેણિઓ છે : એક લધ્યાત્મક, જે કાયમ રહે છે; અને બીજી ઉપયોગાત્મક, જે માત્ર સ્વાનુભવકાળ દરમિયાન જ હોય છે. ખોટી માન્યતાના (મિથ્યાત્વના) પાંચ પ્રકારો શાસ્ત્રમાં કહ્યા છે : ૧. વિપરીત મિથ્યાત્વ : જેવું નથી તેવું માનવું. એકાંત મિથ્યાત્વ : વસ્તુને એક જ પડખેથી સમજવી. વિનય મિથ્યાત્વ : બધા ધર્મોને અને ગુરુઓને એકસરખા મહાન માનવા તે. સંશય મિથ્યાત્વ : ગુરુ કે ભગવાનની વાણીમાં સંશય કરવો તે. ૫. અજ્ઞાન મિથ્યાત્વ : કંઈ જ સાચી વસ્તુને ન જાણનારૂપ મૂઢ ભાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy