SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાત માનવભવમાં જ કર્મોને સંપૂર્ણપણે ખપાવી શકાય છે. નોકષાયના નવ પ્રકાર છે : હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. હાસ્ય, રતિ અને વેદ આ ત્રણ રાગભાવના પેટાવિભાગ તરીકે અને બાકીનાં દ્વેષભાવના પેટાવિભાગ તરીકે ગણી શકાય. સંસારી જીવોના બે ભેદ શાસ્ત્રમાં કહ્યા છે : સ્થાવર અને ત્રસ. ♦ પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેજકાય અને વનસ્પતિકાય એ સ્થાવર કહેવાય છે; જ્યારે સ્વતંત્રપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તે ત્રસ કહેવાય છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવોના પાંચ ભેદો છે : એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી. ઔદારિક શરીર ઃ મનુષ્યનું અને પ્રાણીઓનું સ્થૂળ શરીર ઔદારિક કહેવાય છે. તે સાત ધાતુનું બનેલું હોય છે. ♦ વૈક્રિયિક શરીર ઃ વિ-ક્રિયા કરવાવાળું; એટલે કે નાનાંમોટાં રૂપોને ધારણ કરી શકે છે, તેથી તેને વૈક્રિયિક શરીર કહેવાય છે. આવું શરીર સામાન્યપણે નારકી અને દેવો બન્નેને હોય છે. ♦ તૈજસ શરીર ઃ જેનાથી શરીર કાંતિમય ભાસે છે અને જેનાથી ભોજનનું પાચન થાય છે તે તૈજસ વર્ગણાથી બનેલું તૈજસ શરીર છે. કાર્યણ શરીર : આપણા બાંધેલા દ્રવ્ય કર્મોનું બનેલું છે, ભવાંતરમાં પણ તે સાથે જ આવે છે. Jain Education International =J-૮૮ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy