SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ન સંસ્કાર - (તોટક છંદ) નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. - શ્રીમદ્ રાજચંદ્રજી ધ્યાન ધારણા આતમપદની, કરતાં ભ્રમણા મિટ જાવે; આત્મતત્ત્વની શ્રદ્ધા હોવે તો, અનહદ આનંદ ઉર આવે. અલખ નિરંજન આતમજ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો; આ રે કાયા - ઘર આતમહીરો, ભૂલી ગયા ભવમાંહિ ફિરો. - શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ * રામ સભામાં અમે રમવાને ગ્યાં'તાં, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. ભલે મળ્યાં રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી, હરિનો રસ પૂરણ પાયો. - ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા - કર્તવ્યનિષ્ઠા : કર્તવ્યનિષ્ઠાનું શાસ્ત્રીય સ્વરૂપ એ ચારિત્ર ગણી શકાય. કર્તવ્યનિષ્ઠા એટલે જે સમયે, જે જગ્યાએ, જે રીતે, જે કાર્ય કરવાનું નક્કી થયું હોય તે અવશ્ય તે પ્રકારે ઉત્સાહથી કરવું. અનેક વિઘ્નો આવે તો પણ પાછા ન હઠવું. ધીરજ ૧. s-૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy