________________
સંસ્કાર
વર્તવાથી પોતાને નિશ્ચિંતતા, સ્વસ્થતા અને પારિણામિક શાંતિનો લાભ થાય છે; એવી દૃષ્ટિથી જે વ્યક્તિ જીવન જીવવાનો પુરુષાર્થ કરે છે તે ભલે કદાચ દુનિયામાં મહાપુરુષ તરીકે ન ગણાય તોપણ સાચી જીવનસફળતાનો અનુભવ તેને જ થઈ શકે છે.
આધ્યાત્મિક જીવનની સફળતા તો કેવળ વિવેક અને સંયમને જ આધીન છે અને જ્યાં સુધી તેવી દિવ્ય (સમ્યગ્) દૃષ્ટિ જાગી નથી ત્યાં સુધી આધ્યાત્મિક્તાનો અનુભવ થઈ શકતો નથી. ખોટી ખેંચાતાણી પણ ન કરવી પડે અને જરાય પ્રમાદને પણ આધીન થઈને ન વર્તાય એવો સુંદર સમન્વય જ્ઞાની ગુરુના સત્સમાગમથી કે પૂર્વભવના આરાધેલા સમ્યયોગથી કોઈક જ વિરલ પુરુષોને પોતાના જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે અને તેવા પુરુષો જ વર્તમાન જીવનમાં પ્રસન્નતા સહિત સ્વ-પર-કલ્યાણને સાધે છે, સ્વાર્થવૃત્તિનો પરાભવ કરે છે; સમાજનું સાહજિક અને સત્યાર્થ ઊર્વીકરણ કરવામાં ઉત્તમ નિમિત્ત બને છે અને અલ્પ કાળમાં પૂર્ણ મોક્ષને પામે છે.
શું આપણને આવું જીવન ખરેખર સમ્મત છે? જો છે તો સત્સમાગમ, વિવેકપૂર્ણ જીવનદૃષ્ટિ અને અસત્પ્રવૃત્તિથી નિવર્તન આ ત્રિપાંખિયા જીવનદૃષ્ટિને આત્મસાત્ કરીએ. આવો જોઈએ, મહાન જીવનસ્રષ્ટાઓ આ બાબત આપણને શું કહે છે તે સાંભળીએ :
*
ચિત્તપ્રસન્ગે રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા, આનંદઘનપદ રેખ. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો.
યોગીરાજ શ્રીઆનંદઘનજી
Jain Education International
*
.૭-૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org