________________
અધ્યાત્મ
વિશેષપણે ઉપયોગી અવધારીએ છીએ. આ સાધનોથી હેય, શેય અને ઉપાદેય ભાવોનું જાણવું થાય છે અને ઉપાદેય ભાવોને પ્રભુભક્તિ સહિત અંગીકાર કરતાં સ્વચ્છંદ, અહંકારાદિ દુર્ગુણોનો નાશ થઈ, પૂર્વે થયેલા મહાજ્ઞાનીઓ પ્રત્યે બહુમાન પ્રગટ થઈ વૃત્તિ સહેજે અંતર્મુખ થાય છે અને જીવનમાં શુષ્કતા કે નિરસપણુ આવતા નથી. એમ ક્રમે કરીને આત્મ-પરિણામોની શુદ્ધિ સાધતાં, તાત્ત્વિક આનંદની વૃદ્ધિ થાય છે અને વીર્યોલ્લાસ સહિત સંયમની વૃદ્ધિ કરતો થકો, ઉપર ઉપરની શ્રેણિને પામીને મુમુક્ષુ સર્વથા મુક્ત થાય છે.
તાત્ત્વિક નિઃસ્પૃહતાની કસોટીનો કાળ આવી રહ્યો છે. પૂર્ણ સમય સાધકદશા (Fulltime Sadhana)નો સમય હવે દૂર ન કહી શકાય; અને તેનો અર્થ એમ પણ થયો કે ગૃહવ્યવહારની ફરજોથી, જવાબદારીઓથી અને સંબંધોથી લગભગ સંપૂર્ણ નિવૃત્તિ.
જેમાં અલ્પ જ આરંભ-પરિગ્રહ હોય એવી દશાનું ઉપજાવવું, તેમ વળી તે દશામાં રહીને સ્વાધ્યાય-ધ્યાન-મૌન-અનુભવ-અભ્યાસ જેમાં વર્તે છે તેવી વિશિષ્ટ પદ્ધતિનું દીર્ઘ કાળ સુધી સેવન, તે લોકોત્તર આત્મદશા પ્રગટ કરવાનું મુખ્ય સાધન જાણીએ છીએ.
હવે, ત્યાં વિશેષ એમ છે કે આ ઉત્સર્ગમાર્ગમાં અનેક પ્રકારનાં વિજ્ઞો આવે એ સ્વાભાવિક છે, જેમાંનાં ચાર મુખ્ય પૂર્વે જ્ઞાની પુરુષોએ નીચે પ્રમાણે પ્રકાશ્યાં છે : લોકપ્રતિબંધ, સ્વજનપ્રતિબંધ, દેહાદિકપ્રતિબંધ અને સંકલ્પવિકલ્પ-પ્રતિબંધ. બને તેટલી શક્તિથી અવશ્યપણે આ વિઘ્નોને ધીરજથી જીતવા યોગ્ય છે.
Jain Education International
=A-૬૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org