SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ – લઇન { જીવત-વિજ્ઞાન પાપ કાર્યોમાં શ્રદ્ધા કરીએ છીએ તે દર્શનગુણનો અશુભ પર્યાય છે. પાપ કાર્યોનું સ્મરણ કરીએ છીએ તે જ્ઞાનગુણનો અશુભ પર્યાય છે. - પાપ કાર્યોમાં પ્રવૃત્તિ (તન્મયતા) કરીએ છીએ તે ચારિત્રગુણનો અશુભ પર્યાય છે. જ્ઞાનીઓએ અધ્યાત્મશાસ્ત્રોમાં શરીર ગ્રહણને જ સંસાર કહ્યો છે; કારણ કે દેહ મૃત્યુ સુધી આત્માની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ રહે છે. પરમાર્થથી દેહમમત્વ એ જ મુખ્ય સંસાર છે. જેને ભોગ રુચે તે નિયમથી મિથ્યાદષ્ટિ હોય છે. આપણી જાતિ સ્ત્રી કે પુરુષની નથી; તે તો શરીરની જાતિ છે. આપણી જાતિ મનુષ્યની નથી; તે તો શરીરની જાતિ છે - એમ નિશ્ચયનયથી જાણીએ અને માનીએ તો તેવા અભ્યાસથી દેહાત્મબુદ્ધિ ઘટે છે. નિમિત્તથી કાર્ય થતું નથી અને નિમિત્ત વગર પણ કાર્ય થતું નથી, એમ સ્યાદ્વાદથી ભગવાને તત્ત્વનું નિરૂપણ કર્યું છે. આ વાત સુપાત્ર જીવને, ગુરુગમથી, ક્રમે ક્રમે સમજાય છે. જ્યાં એકનો જ હઠાગ્રહ છે ત્યાં કાર્યસિદ્ધિ થતી નથી. યથા – ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” (શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા ૧૩૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy