________________
ન અધ્યાત્મ અને મિત્રોની જે સેવા કરવામાં આવે, અથવા તો ધન-કીર્તિ આદિના લાભ માટે જે કરવામાં આવે તે તો ફરજ ગણી શકાય, સામાજિક જવાબદારી ગણી શકાય. કૌટુંબિક અને સામાજિક દૃષ્ટિએ તેને પ્રશંસાપાત્ર, ઇચ્છનીય અને કથંચિત્ અભિનંદનીય ગણવામાં આવે તો તે ઠીક છે, પરંતુ જેટલા જેટલા સ્વાર્થના અંશોની અપેક્ષા ઓછી, તેટલા તેટલા પ્રમાણમાં તે સેવાની શ્રેણિ ઊંચી. જેમાં કોઈ પણ દુન્યવી બદલાની અપેક્ષા રાખવામાં આવતી નથી અને અન્યને ઉપજતા સુખને માટે જ અને તેની વૃદ્ધિ થાય તે માટે જ પોતાના સ્વાર્થ કે લાભની પરવા કર્યા વિના જે કરવામાં આવે તે સાચી સેવા છે. આવી સેવા તે કરૂણા, મૈત્રી અને વાત્સલ્યનું દ્યોતક છે. તેવી સેવાનું સ્વરૂપ સમજવું કે જીવનમાં ઉતારવું ખરેખર વિકટ છે, તેથી શાસ્ત્રો તેના મહિમાના યશોગાન કરતા કહે છે “સેવાધર્મો परम गहनो योगीनामप्यगम्यम्।'
વર્તમાન પ્રકરણમાં મુખ્યપણે બીજા પ્રકારની સેવાને લીધી છે. આ પ્રકારની સેવા કરનારનો આત્મા અનેક ગુણોથી વિભૂષિત બનતો જાય છે જેમાંના મુખ્ય છે નિઃસ્વાર્થતા, સહનશીલતા અને સૌના સુખમાં મારું સુખ' એવી ભાવનાની અભિવ્યક્તિ. આ ગુણ પોતે જ “સર્વ જીવોમાં આત્મભાવનો ઘાતક હોવાથી દયા, કરૂણા, કોમળતા આદિ ગુણોરૂપી પુષ્પોનો ગુચ્છ છે; જેની ખરેખર પ્રાપ્તિ માત્ર ઉત્તમ કક્ષાના સાધકો કરે છે.
આ જમાનોમાં આધ્યાત્મિકતાનો ભીષણ દુષ્કાળ છે. વળી કોઈક જગ્યાએ જેને આધ્યાત્મિકતા કહેવામાં આવે છે તે સાચી નથી. કાં તો તે બનાવટી એટલે કે છળકપટરૂપ, ઢોંગરૂપ કે ઠગાઈરૂપ
A-૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org