________________
[ અધ્યાત્મ ) છે અથવા નિજકલ્પનારૂપ હોવાથી અસત્યાર્થ છે અથવા અવિવેકી હોવાથી ભૂલભરેલી છે. આવા બધા આધ્યાત્મિક આભાસો થવાનું મુખ્ય કારણ એ છે કે પોતાની સત્પાત્રતા - યોગ્યતા - ન હોવા છતાં મનુષ્યો અધ્યાત્મશાસ્ત્રોનું શ્રવણ કરે છે અથવા પોતાની જાતે જ તેનું વાંચન કરી બુદ્ધિબળ વાપરીને સાચી આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાનો મિથ્યા પ્રયત્ન કરે છે! પરંતુ જેમની બુદ્ધિમાં સ્વચ્છંદ, અભિમાન, ઉદ્ધતાઈ, વિવિધ પ્રકારની દુન્યવી ઇચ્છાઓ અને આસક્તિઓ કે ઇર્ષા-નિંદાદિના ભાવો હોય, તેવા મનુષ્યોની ચિત્તવૃત્તિ મલિન હોવાથી તેમને પરમાર્થનો લાભ થઈ શકતો નથી. જે શ્રવણ કરે છે તેનો સામાન્ય અર્થ સમજીને તેને માહિતીરૂપે મગજમાં તો રાખે છે પણ તેનો પ્રયોગ જીવનમાં કરતા નથી, કારણ કે અંતરંગ શ્રદ્ધાનો અને યથાર્થ અભ્યાસનો અભાવ છે.
હવે જો કોઈ સાધક અપૂર્વ જાગૃતિ લાવે, પ્રાણીમાત્રમાં પોતાના જેવો જ આત્મા છે એમ સગુરુના બોધે માનીને તેમની સેવા કરે તો તેનામાં એક સંવેદનશીલતા/આર્કિતા/સહૃદયતાનો ગુણ ક્રમશઃ પ્રગટે છે; અને સત્સંગ-સદ્ગુરુના વિશિષ્ટ અને ઘનિષ્ટ સમાગમ પોતાની ચિત્તવૃત્તિને ધીમે ધીમે વધારે પવિત્ર બનાવતો જાય છે. કાળાંતરે તેનું તે પવિત્ર અને કોમળ ચિત્ત સદ્ગુરુના બોધને, બુદ્ધિના સ્તરેથી ભાવનાના સ્તરે અને ભાવનાના સ્તરેથી અભ્યાસ અને અનુભૂતિના સ્તરે લઈ જઈ શકે તેવું સક્ષમ બને છે. જ્યારે આમ થાય ત્યારે સ્વસંવેદન દ્વારા ચૈતન્યતત્ત્વનો જે સાક્ષાત્કાર થાય છે તેમાં અત્યંતપણે આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ હોય છે. આવો બનાવ જ્ઞાનીના જીવનમાં બને અથવા પરાભક્તિ દ્વારા
Avજર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org