SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (જીવન-વિજ્ઞાન કે પરમાર્થજ્ઞાન માની લેવાની ભૂલ કરવામાં આવે છે ત્યારે ખોટી માન્યતાની સ્થાપના, પ્રચાર અને પ્રસાર થાય છે. • આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે મુખ્ય જરૂરિયાત પરમાર્થ-સત્સંગની યથાયોગ્ય ઉપાસના તેમજ પોતાના નિર્મળ, નિષ્કપટ અને નિઃસ્પૃહ જિજ્ઞાસુ-હૃદયની છે. આવી ઉપાસના દ્વારા ક્રમે ક્રમે સાધકનો મોહ નષ્ટ થાય છે અને આ ક્ષણોમાં આત્યંતિક આનંદાનુભૂતિનો આવિર્ભાવ થાય છે. આ બધાના ફળરૂપે તે ધર્માત્માના જીવનમાં વિશ્વમૈત્રી, નિઃશંકતા, નિર્ભયતા અને આત્મનિષ્ઠા સહિતનું નિર્મળ, દિવ્ય, અતિન્દ્રિય, સહજ જ્ઞાન ઉદય પામે છે. આમ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ તીવ્ર સપુરુષાર્થ, સદ્ધોધનું સાતત્ય અને સંતકૃપાના ત્રિવેણીસંગમ દ્વારા જ શક્ય બને છે. વર્તમાનકાળમાં તીવ્રજિજ્ઞાસા, સાચા સત્સંગ અને સમ્બોધનો યોગ, શ્રદ્ધા-સબૂરી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યની દુર્લભતા, પૂર્વઆરાધનાની અને પરાક્રમ કરવાની ન્યૂનતા અને પરમાર્થસાધનાને પોષણ આપનાર પરિબળોની ઓછપને લીધે મોહગ્રંથિના ભેદ સહિતનો શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ આ દુનિયામાં કોઈક જ જગ્યાએ દૃષ્ટિગોચર થાય છે. આમ છતાં વિશ્વની એ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હોવાથી સાચા અને પરમ જિજ્ઞાસુએ તેને પ્રાપ્ત કરીને જ જંપવાની પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. તે પ્રાપ્ત કરવામાં જે કોઈ વિપરીત પરિબળો, કે બાહ્યાંતર પરિષહો (વિક્નો) આવી પડે તે સર્વને સમતાપૂર્વક સહન કરવા યોગ્ય છે અને તો જ નિઃસંદેહપણે તેવી ઉત્તમ આહ્વાદમય બોધિ-સમાધિની દશા પ્રગટ કરી શકાય છે તે એક અનુભવસિદ્ધ હકીકત છે. i .૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy