SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ વર્નક્ષયાઈ તથતિ રૂતિ તપદા' (શ્રીસર્વાર્થસિદ્ધિ) ૨. તત્ત્વદષ્ટિએ રૂછનિરોથ તપ: - એટલે કે ભિન્નભિન્ન ઇચ્છાઓનો વિરોધ કરવો એ તપ છે. ૩. સાચા જ્ઞાનની પ્રાપ્તિ વગર જે તપ કરવામાં આવે છે તેને બાળતા કહ્યું છે. તેનાથી પુણ્ય ઉપાર્જન થાય છે, પરંતુ કર્મો બળી શકતાં નથી. ૪. “તિઃ તા:, જીિત: ત્યા?’ એમ શક્તિ અનુસાર પણ શક્તિ છુપાવ્યા વિના તપ કરવું જોઈએ, એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૫. તપના બાર પ્રકાર છે : છ બાહ્ય અને છ અંતરંગ. બાહ્ય તપના છ પ્રકાર ૧. અનશન : એક, બે કે ત્રણ આદિ દિવસો માટે આહાર ન લેવો તેને અનશન કહે છે. ૨. ઉણોદરી : પોતાની ભૂખથી થોડું ઓછું ખાવું તેને ઉણોદરી કહે છે. ૩. વૃત્તિપરિસંખ્યાન : અમુક જ દ્રવ્ય કે રસ ગ્રહણ કરવો તેને વૃત્તિપરિસંખ્યાન કહે છે. ૪. રસપરિત્યાગ : ખારો, તીખો કે ગળ્યો એવો કોઈ પણ રસ છોડી દેવો તેને રસપરિત્યાગ કહે છે. ૫. વિવિક્તશય્યાસન : એકલા સૂવાની કે રહેવાની ટેવ પાડવી તે. A- ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy