________________
આ ગ્રંથના પાથેયને ગુરુગમ સહિત રૂડી રીતે અનુસરતાં એવાં, કોઈ પણ સાધકને મોક્ષ-માર્ગની સિદ્ધિની અમે ખાતરી આપીએ છીએ; કારણ કે તેમાં આલેખાયેલું પ્રયોજનભૂત જ્ઞાન અનુભવની સરાણે કે સુયુક્તિ સહિત સન્શાસ્ત્રોની સરાણે ચઢાવીને જ અમે પ્રસ્તુત કર્યું છે;
કોરા અવતરણ રૂપે નહીં. ૫. અફસોસ છે કે આ ગ્રંથ મતના હઠાગ્રહીને ઉપયોગી નથી, કારણ કે
તેને “સત્'નો ખપ જ નથી. એટલું જ નહીં, જ્યારે તેને નિષ્પક્ષપણે સતુ સમજાવવામાં આવે ત્યારે પૂર્વના અસત્વાસનાના સંસ્કારોને વશ થઈ તે પોતાના મતનો જ હઠાગ્રહ કરી, તીવ્ર કષાયી બનીને પોતાનું જ અહિત કરે છે. સત્ય બહુમુખી છે અને તેનાં અનેક પાસાઓ છે એવું ન માની શકનારા એકાંતવાદી, હઠાગ્રહી, કદાગ્રહી, મતાગ્રહી, દુરાગ્રહી મનુષ્યને આ ગ્રંથ અરુચિકર લાગે છે. એનું ભવિતવ્ય એને મુબારક હો, અમે તેમાં મધ્યસ્થ છીએ.
અત્યંત નમ્રતાપૂર્વક સર્વે સાચા જ્ઞાની ધર્માત્માઓ તેમજ એવા જ સાધુસંતો આદિને વંદન કરીને એ જણાવવાની પણ રજા લઉં છું કે જેવો શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ આ દેહધારીને વિષે પ્રકાશ પામ્યો છે તેવો આ વર્તમાન દુનિયાના છ અબજ ઉપરાંત મનુષ્યોમાંથી માત્ર આંગળીને વેઢે ગણાય તેટલાને જ મુશ્કેલીથી પ્રગટ્યો હોય તેવું સંભવે છે. આ વાત, આગલા જન્મોની સાધનાના અનુસંધાન ઉપરાંત છેલ્લા પ૩ વર્ષની વર્તમાન જિંદગીની સાતત્યભરી સાધના તથા અનેક સાધક, સાધુ, સંતો, વિદ્વાનોના સારા એવા પરિચય પછી યોગ્ય રૂપે પ્રગટેલા દિવ્યજ્ઞાનના આધારે કહી છે, તે ભવ્ય મનુષ્યોના હૃદયને પુલકિત કરનારી બનો ! '
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પ્રભુ-ગુરુ-સેવક
આત્માનંદ
VIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org