SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ શાંતિપૂર્વક દેહત્યાગ કરી શકીશું? એ પ્રમાણે વિચારી સાધનાનું આયોજન કર્તવ્ય છે. સમાધિ-મરણ વિષે પૂર્વાચાર્યો અને મહાજ્ઞાની પુરુષોએ આપેલો અમૃતરૂપ ઉપદેશ અને માર્ગદર્શન, તેનું સંક્ષેપમાં અત્રે અવતરણ કરીએ છીએ : ૧. જેનો પ્રતિકાર ન થઈ શકે તેવા ઉપસર્ગ, દુષ્કાળ, રોગ કે ઘડપણનો યોગ થતાં, ધર્મની રક્ષા માટે શરીરનો ત્યાગ કરવો તેને પુરુષોએ સલ્લેખના અથવા સમાધિ-મરણ કહ્યું છે. ૨. જે તપનું ફળ અંતમાં સમાધિ-મરણ છે તે તપને સર્વજ્ઞ ભગવાને પ્રશંસું છે. માટે સ્વશક્તિ પ્રમાણ સમાધિ-મરણ માટે પ્રયત્ન કરવો જોઈએ. સ્નેહનો, વેરનો, સંગનો અને પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધ મન અને પ્રિય વચનો વડે સ્વજનો અને સ્નેહી-મિત્રોની પાસે ક્ષમાયાચના કરવી. વળી આ અવસરમાં, શોક, ભય, સ્નેહ, મનની મલિનતા, અરતિભાવ, કાયરતા વગેરે દૂર કરીને શાસ્રરૂપી અમૃત વડે પોતાના આત્મબળનો પ્રકાશ કરી મનને પ્રસન્ન કરવું. ૪. સંસારમાં આસક્ત પુરુષોને જ મૃત્યુનો ભય હોય છે. જેઓનું મન જ્ઞાન-વૈરાગ્યથી સીંચાયેલું છે તેમને તો મૃત્યુ હર્ષરૂપ હોવાથી મહોત્સવરૂપ જ છે. ૫. ધીમે ધીમે આહાર-પાનનો ત્યાગ કરીને શરીરને કૃશ કરે છે અને પંચપરમગુરુનું શરણ અને યથાશક્તિ આત્માનું સ્મરણ કરીને ક્રોધાદિ કષાયને પણ કૃશ કરે છે. | A-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy