________________
જીવન-વિજ્ઞાત
(ii) ‘સાહિબ સંત કછુ અંતર નાહી;
સાહિબ કા ઘર સંતન માંહી.’ * (મહાત્માશ્રી કબીરદાસજી)
મહાપુરુષના જીવનમાં માત્ર શાસ્ત્રજ્ઞાનની મુખ્યતા હોતી નથી; પરંતુ અનુભવજ્ઞાનની મુખ્યતા હોય છે. તેમની દિવ્ય અને પ્રેરણાદાયક વાણી સામાન્ય પાત્રતાવાળા જીવને પણ જગાડી દે છે; તે તેમના વ્યક્તિત્વના ઊંડાણમાંથી સહજપણે સ્ફુરે છે અને શાસ્ત્રનાં ગૂઢ રહસ્યોનું પણ સર્વાંગ સમાધાન કરવામાં સામર્થ્યવાળી હોય છે.
આત્મત્વપ્રાપ્ત પુરુષોને, તેમની મુદ્રાને અને તેમના ચારિત્રના પ્રસંગોને વારંવાર અપૂર્વતા લાવીને યાદ કરવાં.
સંતનાં મુખ્ય લક્ષણો પાંચ ગણી શકાય :
(૧) નિઃસ્પૃહ, નિષ્પાપ અને નિર્ભય, (૨) આત્મજ્ઞાની (૩) વિશ્વપ્રેમી, (૪) પરોપકારી અને (૫) અપૂર્વ શાંતિવાળા.
♦ સંતં સુશાંત સતતં સ્મરામિ; ભવાબ્ધિ પોતેં શરણં વ્રજામિ.
સત્સંગની ઉપાસના દરમિયાન, દૃષ્ટિવાન સાધકને સદ્ગુરુના બોધમાંથી જેટલી પ્રેરણા અને માર્ગદર્શન મળે, તેના કરતાં અનેકગણું માર્ગદર્શન તેમના સમાગમથી, તેમની સમસ્ત જીવનચર્યાનું અવલોકન કરવાથી મળે છે. માટે તેમના બોધ કરતાં તેમના સાન્નિધ્યનો વધુ ખપ કરવો.
Jain Education International
- ૧૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org