SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાત દોષ સ્ત્રીમાં નથી, પણ આપણી દૃષ્ટિમાં છે. સદ્ગુરુવચનના બોધરૂપી અંજનને જે બરાબર આંજે, તેને સર્વમાં ૫૨માત્મા જ દેખાય છે અને દેહદષ્ટિ અને વિષમદૃષ્ટિનો ક્રમે ક્રમે નાશ થઈ જાય છે. - વ્યવહાર – ગુરુગમની પ્રાપ્તિ શ્રુતજ્ઞાન દ્વારા, સદ્ગુરુબોધ દ્વારા અને સદ્ગુરુનિશ્રા દ્વારા એમ અનેક પ્રકારે થઈ શકે છે. સામાન્ય નિશ્ચય ગુરુગમ, એ આત્મજ્ઞાની ગુરુ દ્વારા બતાવેલ શુદ્ધાત્મા-જ્ઞાયકના લક્ષરૂપ છે અને તે સ્વયં તો સવિકલ્પ છે; પરંતુ તેના અભ્યાસની પરિપક્વતાથી, અનુભવ પ્રાપ્ત થતાં જે નિર્વિકલ્પ સમાધિ પ્રગટે છે તે સાક્ષાત્ ૫૨માર્થ-ગુરુગમ છે; જેને નિર્વિકલ્પ ભાવસુધારસ પણ કહી શકાય છે. સાચા સંતના જીવનમાં અભિમાન હોતું નથી. નમ્રતારૂપી ગુણના ૫રમાર્થ-પ્રાગટ્યથી સાચા સુખનો તેને અનુભવ હોય છે, જેને ઉત્તમ વિનય અથવા પરમ વિનય કહે છે. ♦ સંત-સદ્ગુરુ અને પરમાત્મા પ્રત્યે કથંચિત્ એકસરખી બુદ્ધિ રાખવી જોઈએ; કારણ કે તે બધામાં શુદ્ધત્વ તો પ્રગટ્યું જ છે. આવી, રૂડા સાધકની માન્યતા અને પ્રયત્ન હોય છે. યથા (i) પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એજ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. શ્રીમદ્ રાજચન્દ્ર Jain Education International .J-૧૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy