________________
( સંસ્કાર - સભ્યતા અને સંસ્કારિતા
સામાન્ય રીતે વિચારીએ તો મનુષ્યના જીવનના બાહ્ય પરિવેશને જે સુશોભિત બનાવે તેને સભ્યતા કહીએ અને માનવજીવનના અંતરંગ વ્યક્તિત્વને જે સુશોભિત કરે તેને સંસ્કાર કહીએ. જોકે સામાન્યપણે તો જીવનને બંને પ્રકારના વ્યક્તિત્વથી સુશોભિત કરવાનું છે, તેથી તે અપેક્ષાએ વિચારતાં સભ્યતા અને સંસ્કારિતા એકબીજા સાથે સંકળાયેલા છે. બીજી રીતે વિચારીએ તો એમ પણ કહી શકાય કે અર્થ અને કામ એ બે પ્રકારના પુરુષાર્થના સર્વતોમુખી વિકાસના સાધનો, પ્રક્રિયાઓ અને પ્રયત્નોનો સમાવેશ મુખ્યપણે સભ્યતાના વિકાસમાં ગણી શકાય. ધર્મ અને મોક્ષ એ બે પુરુષાર્થોને અગ્રિમતા આપીને તેના વિકાસમાં પ્રેરણા, માર્ગદર્શન અને સહકાર આપવાની જેમાં મુખ્યતા હોય તેવા સાધનો, પ્રક્રિયાઓ અને પ્રયત્નો કે જેમના દ્વારા જીવનને સમીચીન અને સ્વપરકલ્યાણકારી બનાવી શકાય તે બધાનો સમાવેશ મુખ્યપણે સંસ્કારિતામાં થાય છે.
પાશ્ચાત્ય વિચારધારામાં અને જીવનશૈલીમાં ચૈતન્યતત્ત્વનો સ્પષ્ટપણે સ્વીકાર નહીં થતો હોવાથી, સામાન્યપણે તેમાં અર્થ અને કામરૂપ પુરુષાર્થોની જ અત્યંત મુખ્યતા જોવામાં આવે છે. જે કાંઈ ધર્મસંબંધી ઉપદેશ જોવામાં આવે છે તેમાં નૈતિકતાના પાલન દ્વારા સમાજોત્થાનની પ્રક્રિયા જ ગર્ભિત છે. આવો અભિગમ કથંચિત્ ઈષ્ટ હોવા છતાં પરમાર્થધર્મ દ્વારા મોક્ષપ્રાપ્તિનો નિર્દેશ કરનારો ન ગણી શકાય. ટૂંકમાં કહીએ તો તે જીવનવિચારધારામાં Social-Welfare ને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. True Spiritual Progressનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org