________________
[ સંસ્કાર - તેમાં યથાયોગ્ય નિર્દેશ કે અભિગમ દૃષ્ટિગોચર થતો નથી. આમ, શારીરિક સ્વાચ્ય અને ભૌતિક વિજ્ઞાનના બહુમુખી વિકાસ દ્વારા માત્ર શારીરિક સૌદર્ય, જીવનની બાહ્ય સગવડોની ભરમાર, ઈન્દ્રિય વિષયોના ભોગની મુખ્યતા અને ભલામણ, સંપત્તિની વૃદ્ધિના જ અતિશય પ્રયત્નોમાં જીવનની સમગ્ર શક્તિઓ રોકાઈ જવાને લીધે કૌટુંબિક અને નૈતિક પ્રગતિ માટે આવશ્યક એવા સંતતિના સંસ્કારીકરણની, માનસિક શાંતિની અને સ્વજન-મિત્રો સાથેના હુંફાળા પ્રેમ-વિનિમયની ગૌણતા દ્રષ્ટિગોચર થાય છે.
ઉપરોક્ત વિચારધારાથી ઠીક ઠીક જુદી અને કથંચિત્ વિરુદ્ધ એવી આપણા દેશની વિચારધારા અને જીવનશૈલીનો હવે વિચાર કરીએ. જોકે છેલ્લા ચાર-પાંચ દાયકામાં આપણા દેશવાસીઓએ પણ ઉપરોક્ત ભૌતિકવાદને અપનાવીને પાશ્ચાત્ય વિચારધારાનું અતિશય અને અંધ અનુકરણ કરવા માંડ્યું છે તેમ છતાં, આજે પણ ચૈતન્યતત્ત્વની નિત્યતા અને તેના સચ્ચિદાનંદ સ્વરૂપની સ્વીકૃતિ અને તેની સાર-સંભાળ રાખવાના પ્રયત્નો, આપણા ભારતીય સમાજમાં, થોડા ઘણા અંશે પણ ક્યાંક ક્યાંક જરૂર દેખાય છે. અહીં, શારીરિક સ્વાથ્યની યોગસાધના આદિ દ્વારા રક્ષણ કરવાની વાતનો અને સમાજકલ્યાણનો વિચાર તો સ્વીકાર્ય છે જ; પરંતુ તેથી આગળ જઈને સત્ય-દયા-વિશ્વમૈત્રી-સદાચારપાલનક્ષમા-વિનય-સરળતા આદિ ગુણોના વિકાસને સાધીને ચૈતન્યતત્ત્વનો સાક્ષાત્કાર કરવા ભણી પૂરતું લક્ષ આપવામાં આવ્યું છે. ટૂંકમાં વિચારીએ તો આત્મજ્ઞાન-આત્મસમાધિને જીવનનું અંતિમ અને શ્રેષ્ઠ ધ્યેય માનવામાં આવ્યું છે. આવા ઉચ્ચ ધ્યેય પ્રત્યે લઈ જાય
s - ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org