________________
અધ્યાત્મ
કરવો જ જોઈએ. તત્ત્વના અભ્યાસમાં-વિવેકની આરાધનામાં જાગૃતપણે લાગવું અને તે દ્વારા સમતાભાવને પ્રાપ્ત થવું તે જ શાસ્ત્રજ્ઞાનનું સાચું ફળ છે.
આમ કરવા માટે હે સાધક! સત્યના અંશો જ્યાં જ્યાં જોવા મળે ત્યાંથી જીવનમાં ગ્રહણ કરી જો ગુણગ્રાહક બનીશ તો આત્મદેવ પ્રત્યેનો સાચો પ્રેમ વર્ધમાન થશે અને તે આત્મદેવની ભાવપૂજાના ચિત્તપ્રસન્નતારૂપી ફળથી તારું જીવન આનંદમયઆહ્લાદમય-સંતોષમય બની જશે.
* સાચા અધ્યાત્મનો પ્રયોગ અને ફળશ્રુતિ
આજકાલ ‘અમે આધ્યાત્મિક છીએ' એવું મનાવવાની એક જાતની ફૅશન છે. સમાજનો એક નાનો વર્ગ, જેમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કંઈક અંશે પણ થયેલું છે તેવા લોકોમાં આ ફૅશન વિશેષપણે જોવામાં આવે છે. જો આવી ફૅશન ખરેખર જીવનમાં આવે તો તો સમાજમાં સાદાઈ, સંતોષ, નીતિમત્તા, પરોપકાર, દાનશીલતા, સત્સંગ, વાત્સલ્ય અને સાચા તત્ત્વજ્ઞાનપૂર્વકની દૃષ્ટિ પેદા થાય અને મહાન કલ્યાણકારક પરિવર્તન આવે. પણ આમ બનતું જોવામાં નથી આવતું; જે એમ સૂચવે છે કે આ આધ્યાત્મિકતા કોરી, બાહ્ય, શુષ્ક, વાચાળ, દેખાવરૂપ, ઢોંગી અને જૂઠી છે અને તેથી જ શાંતિ અને પ્રસન્નતા આપી શકતી નથી.
જેટલા અંશે આધ્યાત્મિકતા સાચી હોય તેટલા અંશે સુખશાંતિ પ્રગટે. આ માટે સાચા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ અને તેનો પ્રયોગ થવો ઘટે. જો દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ અવિનાશી જ્ઞાતા-દૃષ્ટા
Jain Education International
-A-૫ ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org