________________
જીવત-વિજ્ઞાન
અનંતાનુબંધી કષાયનો નાશ થાય છે. પંચમ ગુણસ્થાનમાં તે ઉપરાંત અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં તે ઉપરાંત પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો નાશ થાય છે.
ચોથા, પાંચમા અને છઠ્ઠામાં અપ્રમત્તવૃત્તિ નહીં હોવાથી કોઈક જીવો સ્થૂળપણે નહીં પણ સૂક્ષ્મપણે એમ માનવા લાગે છે કે તે ગુણસ્થાનોમાં તો માત્ર શુભવૃત્તિ જ હોય છે. આમ માનતા તેઓ કદાચિત્ ત્રણે ગુણસ્થાનવત્ત્તને એક કક્ષાના શુભવૃત્તિવળા માનવાની મહાન ભૂલ કરે છે અને અપ્રમત્ત મુનિને જ શુદ્ધવૃત્તિવાળા માને છે. હવે એ તો સત્ય જ છે કે અપ્રમત્તગુણસ્થાનવર્તી મહાસમર્થ મુનિભગવંત શ્રેણિ માંડીને કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા હોવાથી સર્વોત્કૃષ્ટ જ છે, પરંતુ ચતુર્થગુણસ્થાનથી જેમ જેમ આગળ વધીએ તેમ તેમ શુદ્ધિની, આત્મસ્થિરતાની, વ્રતપરિણામોની અને આત્મસુખની વૃદ્ધિ થતી જાય છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિ કરતા જઘન્ય શ્રાવકને, તે કરતા મધ્યમ શ્રાવકને, તે કરતા ઉત્તમ શ્રાવકને અને તે કરતા પ્રમત્તગુણસ્થાનવ મુનિમહારાજને વિશેષ આત્મસુખ અને આત્મસ્થિરતા હોય છે અને તેથી તેઓ બધા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પૂજનીય છે. તેઓમાં નિજશુદ્ધિ અનુસાર મહાન તફાવત છે; ઉત્તરોત્તર કષાયનો અભાવ વિશેષ છે અને આત્મપુરુષાર્થની તીવ્રતા પણ વિશેષ છે એમ શ્રદ્ધા કરવા યોગ્ય છે.
Jain Education International
ઇ-૧૧૪ .
For Private & Personal Use Only
www.jainelibrary.org