SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ - સંસ્કાર કરવામાં તેને લજ્જા આવતી નથી; તો તેનું પ્રાયશ્ચિત તો તે કરે જ ક્યાંથી? ૫. કળિયુગના પ્રભાવથી વ્યક્તિગત અને સમષ્ટિગત પાપકાર્યો કરવામાં તેને કાંઈ અજુગતું લાગતું નથી. ક્લબોમાં, મહેફિલોમાં, રંગરાગની પાર્ટીઓમાં અને આખલાઓના યુદ્ધ આદિમાં તે મનોરંજન માણે છે! ૬. પ્રાચીનકાળના તીર્થકરો, આચાર્યો, ઋષિ-મુનિઓ, સંત ધર્માત્માઓ કે પ્રજાવત્સલ સમ્રાટો કે મહારાજાઓનાં ચરિત્રો અને બોધવચનો તેને કલ્યાણકારી લાગતા નથી. તે તેમને જુના જમાનાના ગણે છે!! ૭. જૂઠું કરવું, મોટી હિંસા, છળ-કપટ-ચોરી અને વ્યસનોના ગુલામ બનવામાં તેને કાંઈ અજુગતું લાગતું નથી. વધારે ભણેલા તો ઘણી વાર આ બધા ખોટા કામો કરવામાં પોતાની હોશિયારી અને બહાદુરી માને છે. તેમ જ તેને “High Society”નું પ્રતીક ગણે છે. ૮. આ પરિસ્થિતિ શહેરોમાં વસતા અને નિરંતર અર્થ-કામરૂપી પુરુષાર્થોમાં જ જીવનની ઇતિશ્રી માનનારા મનુષ્યોની મુખ્યતાથી કહી છે. બધા જ આવા છે એમ નથી; પરંતુ ઘણી જ મોટી બહુમતિ આ પ્રકારના મનુષ્યોની છે. ૯. હજુ વધારે પડતું મોડું થયું નથી. ગ્રામ્યજનતા અને ભારતીય નારીઓ તથા સંસ્કારી કુટુંબો આવી અધોગતિમય સ્થિતિથી બચતા રહ્યાં છે. v s- ૨૨ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy