SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર ) ૧૦. વિવેક મનુષ્યો જાગે અને સરદાર પટેલ અને લાલબહાદુર શાસ્ત્રીની રાષ્ટ્રભક્તિ લાવે, સંત વિનોબાની સૌમ્યતા લાવે, જયપ્રકાશ નારાયણ અને રવિશંકર દાદાનો સેવાભાવ લાવે તો સુસંસ્કારો આવે અને ધીમે ધીમે આ સ્થિતિમાં સુધારો થાય. ૧૧. નાસ્તિકતાની, સંસ્કારન્યૂનતાની અને સંસ્કારહીનતાની આવી કરુણાજનક અને અધોગતિસન્મુખ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સહિયારો પુરુષાર્થ આપણે સૌએ કરવો રહ્યો. આપણા દેશના પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યોનું જતન બધા જ પ્રયત્નો દ્વારા કરવું એ આપણી સૌની ફરજ છે. છેલ્લા થોડા વર્ષોમાં આ દિશામાં કંઈક પ્રયત્નો ચાલુ થયા છે. આ મધ્યે વ્યસનમુક્તિ અને બાળસંસ્કારીકરણ માટે સામૂહિક પ્રાર્થના તેમ જ સંપ, સંસ્કાર અને સૌમનસ્યવર્ધક કૌટુંબિક વિચારગોષ્ઠિઓનું વિશાળ ફલક પર લોકપ્રિય આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત શવાસન આદિ વિવિધ યોગાસનો દ્વારા સ્નાયુઓ તેમ જ જાગૃત અને અવજાગૃત મનમાં રહેલાં તનાવોને ઓછા કરવાની પ્રવૃત્તિઓ પણ આપણા દેશમાં તેમ જ વિદેશોમાં વિજ્ઞાન સમ્મત હોવાને લીધે ઠીક ઠીક લોકપ્રિય થઈ છે, જે આવકારદાયક છે. વળી હળવા વ્યાયામ, મોનીંગ-વૉક, Jogging, બાળકોમાં સ્કાઉટ, વિદ્યાર્થીઓમાં N.C., પ્રૌઢો કે વયસ્કોમાં બગીચામાં કે ચોતરા ઉપર સત્સંગ-સભાઓ, પર્વતારોહણ, Karate, પદયાત્રાઓ અને તીર્થયાત્રાઓ દ્વારા સંસ્કાર જાગરણની પ્રવૃત્તિઓ, -- - ---- s- ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy