________________
ન જીવત-વિજ્ઞાન ) • શ્રાવકની પ્રતિમાઓ
જૈનદર્શનની સાધનાપદ્ધતિમાં, સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરીને અને અણુવ્રતોમાં સ્થિર થઈને, મુનિપદના અભ્યાસ માટે જે નૈષ્ઠિક શ્રાવકની ચર્ચાને ગ્રહણ કરે છે તેની ઉત્તરોત્તર ચઢિયાતી ૧૧ શ્રેણિઓ છે, જેને પ્રતિમા કહેવામાં આવે છે.
આવા શ્રાવકની ૧૧ પ્રતિમાઓમાં : ૧ થી ૬, તે જઘન્ય શ્રાવકની કહેવાય છે; ૭ થી ૯, તે મધ્યમ શ્રાવકની કહેવાય છે; તથા ૧૦ અને ૧૧ તે ઉત્તમ શ્રાવકની કહેવાય છે. • વર્તમાનમાં આપણો આત્મા સર્વથા શુદ્ધ નથી; પણ પરમાર્થ
દૃષ્ટિએ જોતાં, તે શુદ્ધ છે. અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, સાપેક્ષવાદ એ બધા એકાર્યવાચક શબ્દો છે. શુદ્ધભાવ એ શબ્દ ચરણાનુયોગમાં અને શુદ્ધ-ઉપયોગ એ શબ્દ ઘણું ખરું દ્રવ્યાનુયોગમાં વધારે વપરાય છે. આમ તો બન્ને એકાર્યવાચક ગણી શકાય, પરંતુ તરતમતાનો ભેદ મુખ્ય છે. સર્વસંગપરિત્યાગી શુદ્ધોપયોગી મુનિરાજ જ ખરેખર સર્વ પ્રકારનાં સ્થળ અને સૂક્ષ્મ પાપોથી રહિત હોય છે. જેમ ગરમ પાણીથી અગ્નિનો સંયોગ દૂર કરવામાં આવે તો ધીરે ધીરે તે શીતળ થઈ જાય છે. તેમાં બરફ નાખવો પડતો નથી; કારણ કે પાણીનો સ્વભાવ શીતળતા છે. તેમ અજ્ઞાનાદિ વિભાવરૂપી અગ્નિને દૂર કરવાથી, આત્માનો શુદ્ધ-શાશ્વતજ્ઞાનાનંદરૂપ સ્વભાવ આવિર્ભાવ પામે છે અને સાધકના જીવનમાં શાંતિ અને પ્રસન્નતાની લહેર વ્યાપી જાય છે.
|
- ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org