________________
(જીવન-વિજ્ઞાન ) ઘણાં તીર્થોની યાત્રા જલદી કરી લેવી એવું ધ્યેય રાખવાની જરૂર નથી. ભલે થોડાં તીર્થોની યાત્રા થાય પણ શાંતિ અને ભાવવિશુદ્ધિ જળવાય એ હેતુ લક્ષ્યમાં રાખવો. લૌકિક દૃષ્ટિએ યાત્રાનું કદ અને સિંખ્યા અગત્યનાં છે, તાત્ત્વિક દૃષ્ટિએ સર્વતોમુખી આત્મકલ્યાણ સધાય એ ધ્યેયની મુખ્યતા છે.
વિશુદ્ધ અને અનન્ય ભાવો સહિત પ્રભુની ભક્તિ કરવાથી, વિવેકી પુરુષોને આત્મવિશુદ્ધિનો અમૂલ્ય અવસર આવી યાત્રાઓમાં અવશ્ય મળે છે. તેથી આલોક-પરલોકની ઇચ્છાઓથી રહિત થઈને મરણસ્તવનનો અભ્યાસ મુમુક્ષુઓ યાત્રા દરમિયાન વારંવાર કરે છે. ઉદેશ્ય અને ફળશ્રુતિ ઃ .
શુદ્ધરત્નત્રયરૂપ તીર્થને પ્રાપ્ત કરવું એ તીર્થયાત્રાનો ઉદેશ્ય છે. ધાંધલિયા અને વ્યસ્ત શહેરી જીવનમાં રહીને શાંતભાવ પ્રાપ્ત કરવો વિકટ છે. તેથી વિવેકી સાધકો શાંતિની પ્રાપ્તિ માટે અવારનવાર તીર્થયાત્રા યોજે છે અને નીચેના મુદાઓને ધ્યાનમાં રાખ્યા કરે છે : ૧. વ્યસ્ત વ્યાવહારિક જીવનક્રમથી દૂર થવું. ૨. ધનનો લોભ ઘટાડવો. ૩. દાનધર્મમાં પ્રવર્તવું. ૪. સંત-મહાત્માઓનો પરિચય પ્રાપ્ત કરીને તેમના જીવનમાંથી
દિવ્ય જીવન જીવવા માટે પ્રેરણા મેળવવી. ૫. શારીરિક અગવડ વેઠવાનો અભ્યાસ કરવો. ૬. ઘનિષ્ઠ ધર્મમય જીવન જીવવા માટેની પૂર્વતૈયારી કરવી. ૭. એકાંત શાંત વાતાવરણમાં ભક્તિ-ચિંતન-મનન ભાવના કરવાં.
i J૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org