________________
અધ્યાત્મ
પોતાનો આત્મારૂપી કબાટ ઉઘડી જાય છે. આમ થતાં જીવનમાં જ્ઞાનાનંદની એક એવી તો લહેર ઊઠે છે જે કદાપિ ઝાંખી પડ્યા વિના દિન-પ્રતિદિન વધતી જતી પૂર્ણપદની પ્રાપ્તિ કરાવે છે. સંતના અંતરમાં રહેલી આવી કૂંચીઓનો લાભ તેમના પ્રત્યક્ષ સમાગમમાં જ પ્રાપ્ત થઈ શકે છે.
સંતો પોતે પ્રબુદ્ધ છે તેથી સાધકને પણ કોઈ પણ ધર્માનુષ્ઠાન આદરતી વખતે આત્મલક્ષ રહ્યા કરે તેનું પુનઃ પુનઃ સ્મરણ કરાવે છે. કાંઈક નીચેની કક્ષાના સાધકને સદ્ગુરુ વા ઈષ્ટની મૂર્તિનું સ્મરણ રાખવા આજ્ઞા આપે છે.
દેહાભિમાન, કર્તુત્વબુદ્ધિ, માયાચાર, ક્રોધાદિ ભાવો સાધનાના કાળ દરમ્યાન ન થાય તેની નિરંતર સાવચેતી રખાવે છે. - અનાસક્તિ
મનુષ્યને જગતના પદાર્થો પ્રત્યે મોહને લીધે જે પોતાપણાની બુદ્ધિ અને રાગાંશો હોય છે તેને આસક્તિ કહેવામાં આવે છે. જેટલા પ્રમાણમાં આવો રાગ તાત્ત્વિક રીતે ઘટ્યો હોય તેટલા પ્રમાણમાં તે મનુષ્ય ખરેખર અનાસક્ત થયો કહેવાય.
જગતમાં જે અનંત પદાર્થો છે તે પ્રત્યે સામાન્ય મનુષ્યને તો અત્યંત આસક્તિ જોવામાં આવે છે અને આવા પદાર્થોમાં કાયા, કીર્તિ, કાંચન, કામિની અને કુટુંબ આ મુખ્ય છે. સામાન્યપણે તો સત્સંગ, સદ્વાંચન આદિથી આવો આસક્તિભાવ ઘટાડી શકાય છે. પરંતુ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આસક્તિ ઘટે, પણ નિર્મૂળ થઈ શકે નહિ. આવું વસ્તુનું સ્વરૂપ હોવાને લીધે
A- ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org