________________
(જીવન-વિજ્ઞાન આચાર્યો અને તપસ્વી પુરુષોએ જન્મ ધારણ કર્યો, દીક્ષા લીધી, જ્ઞાન - ધ્યાન - તપ - સમાધિ - યોગાદિ વડે પોતાના આત્માને પરમ પવિત્ર બનાવ્યો, તે તે સર્વ સ્થાનો તેમના સંસર્ગથી પવિત્ર થયેલાં હોય છે. આવાં પુનિત સ્થાનોમાં જવાથી અને સાધના કરવાથી ત્યાંના પવિત્ર પરમાણુઓની આપણા ઉપર અસર થયા વિના રહેતી નથી. જેવી રીતે હોટલ-સિનેમા-નાટક વગેરે સ્થાનોમાં જવાથી રંગ-રાગખાન-પાનના વિચારો આવે છે તેમ દષ્ટિવાન વિવેકી પુરુષોને આવાં તીર્થોમાં જવાથી ત્યાં જેમણે સાધના કરી છે તેવા પવિત્ર પુરુષોનાં પાવન ચરિત્રોનું સ્મરણ થાય છે અને તેમની જ્ઞાન-ધ્યાનની દઢતાનું, તેમની સહનશીલતાનું, તેમના પરમ સમાધિભાવનું અને અલૌકિક આત્મપરાક્રમનું માહાભ્ય દૃષ્ટિમાં આવતાં તેમના પ્રત્યે પરમ ઉલ્લાસભાવ આવે છે. આમ, પુરાણપુરુષોના પાવન પાદારવિંદમાં સાચી ભક્તિ પ્રગટ થવાથી સાત્ત્વિક ગુણો આવિર્ભાવ પામે છે અને વિશિષ્ટ પુણ્યસંચય સ્વયં થાય છે. તીર્થયાત્રા કરવાની યથાર્થ દૃષ્ટિ અને વિધિ :
જોકે દરેક આસ્તિક જિજ્ઞાસુ વ્યક્તિને તીર્થયાત્રા કરવાનો એકસરખો અધિકાર છે છતાં જેનામાં પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ ભક્તિ હોય અને સ્પષ્ટપણે પોતાના આત્મકલ્યાણની વિશિષ્ટ દૃષ્ટિ હોય તેવા પુરુષોને તીર્થયાત્રાથી ઘણો જ લાભ થાય છે.
સરખા વિચારની ૩૦-૪૦ વ્યક્તિઓ, મોટર-બસ દ્વારા નક્કી કરેલા ક્રમે, કોઈ વિશેષ સંત-ભક્તના સમાગમમાં યાત્રા કરે તો તેમાં પવિત્ર ભાવોનો સવિશેષ અનુભવ થાય છે. ઓછો સામાન, સાદું ભોજન, વસ્તુ વિના ચલાવી લેવાની તૈયારી, આ બધું સફળ
1 4- ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org