SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાન મધ્યસ્થતા ઃ “સાચું તે મારું' એવી જે દૃષ્ટિ સાધક જીવને પ્રાપ્ત થવી અને તે હિતરૂપ સત્ય, કોઈની પણ પાસેથી અંગીકાર કરતાં આત્મામાં રાગ કે દ્વેષને વશ થવાને લીધે સંકોચ ભાવ ન રાખવો અને તે હિતરૂપ સત્યને અંગીકાર કરવું તે મધ્યસ્થતા. સાપેક્ષ સમજણદૃષ્ટિ : વક્તાનો કહેવાનો આશય તે રૂપે જ સમજી તે રૂપે તેને અંગીકાર કરવાની વિચક્ષણતા. જે અપેક્ષાથી જે કહેવાય તે અપેક્ષાથી તે સમજવું અને દુરાગ્રહ છોડી દેવો તે સાપેક્ષદષ્ટિ. ઉપર્યુક્ત ગુણોના અંગીકારપણા વિના આ ગુણ સંપ્રાપ્ત થવો કઠણ છે. સ્વાધ્યાયનિષ્ઠા પૂર્વે થયેલા મહાત્માઓના ધર્મ-મોક્ષ નિર્દેશક વચનોને પોતાના આત્માની શુદ્ધિ સાધવા માટે એકાગ્ર ચિત્તથી નિયમિતપણે ઉપાસવા તે સ્વાધ્યાયનિષ્ઠા. આ કાર્ય સામાન્યપણે આત્માનુભવી ગુરુના સાન્નિધ્યમાં સરળતાથી અને ત્વરાથી બની શકે છે. સ્વ + અપિ + આય + નિષ્ઠા. આમાં નિષ્ઠા શબ્દ નિયમિતપણે સ્વાધ્યાયરૂપી તપમાં આરૂઢપણું સૂચવે છે. ભકિતવાનપણું : પૂર્વોક્ત ગુણોના આરાધક જીવ વિશિષ્ટ મહત્તાને પામે છે રવાભાવિક છે. તે મહત્તા પામતાં પોતે અભિમાની કે ઉન્મત ન થાય તે અર્થે પૂર્વે થયેલાં અત્યંત સામર્થ્યવાન અને પૂર્ણ પદને પામેલા પરમાત્માઓ પ્રત્યે નવધા પ્રકારે ભોક્ત ઉપજાવવી જરૂરી છે, જેથી જીવમાં પરમ વિનય ઉપજે અને માન-પૂજા-સત્કારથી પરાજિત થયા વિના તે આરાધક જીવ શુદ્ધ આત્મપદને સાધે. ગુણગ્રાહીપણું : આ ગુણના આરાધન વિના મુમુક્ષુપણું હોતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy