________________
{ જીવત-વિજ્ઞાન છે પરિજ્ઞાન થતાં, વૃત્તિ આત્મભાવને ગ્રહણ કરીને ધારી રાખે છે અને અનાત્મભાવને બાધક જાણીને છોડી દે છે. વળી, વૈરાગ્ય વિના આવો વિવેક જાગી શકતો નથી અને તે વૈરાગ્ય પણ જ્ઞાની ગુરુઓના બોધ દ્વારા અને શાસ્ત્રાભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ વૈરાગ્ય અને વિવેકની સિદ્ધિ કરાવનાર જ્ઞાનાભ્યાસ કહ્યો, અને તેની પ્રાપ્તિનું સર્વોત્તમ બાહ્ય કારણ સત્સંગ બતાવ્યું.
જાપ : સ્થિરતાની સાધનામાં જાપ જેવું બીજું સાધન જણાતું નથી. કોઈ પણ પરમાત્મપદનો વાચક એવો મંત્ર લેવો. તે મંત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ સદ્દગુરુથી સારી રીતે સમજવો. જાપની સાધના ધ્યાન દરમિયાન કરી શકાય છે. “અમુક ચોક્કસ સંખ્યામાં હું અવશ્ય આ મંત્રનો જાપ કરીશ” એવો નિયમ લઈને બેસવાથી દઢતા રહે છે. અમુક લયથી સ્વરબદ્ધ રીતે બાહ્ય જાપ કરવાથી ધીમે ધીમે અંતરજાપ સહજ થાય છે અને આગળની સાધક અવસ્થામાં (આત્મજ્ઞાનપ્રાપ્તિ બાદ) અજપાજાપની પણ સિદ્ધિ થાય છે.
મંત્રના વિશુદ્ધ ઉચ્ચારણથી આજુબાજુના વાતાવરણમાં પણ પવિત્રતાના વિશિષ્ટ પરમાણુઓ ફેલાવાથી આખું વાતાવરણ આધ્યાત્મિક્તાથી ગૂંજી ઊઠે છે.
મૌન : સમસ્ત બાહ્ય જગત સાથેના વચન-વ્યવહારથી વિરામ પામી આત્માભિમુખ થવાના પ્રયત્નવાળા સાધકને મૌન ખૂબ ઉપકારી છે. આત્માની જે શક્તિ વચનપ્રવૃત્તિથી બહારમાં વપરાઈ જાય છે તે શક્તિને આત્મજાગૃતિપૂર્વક અંતર તરફ વાળતાં બાહ્ય મૌન તો સિદ્ધ થાય જ છે પણ પરમાર્થમૌન પણ સિદ્ધ થઈ શકે છે; જેમાં કેવળ સ્વરૂપ અવલોકન જ રહી જાય છે અને સ્વરૂપમાં :
i J-૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org