________________
૨૦.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દશમ
વિદ્વાનોના પરિચયમાં રહેવાથી મળતા લાભ. ज्ञानाधिकैरहरहः परिघृष्यमाणाः । प्रायेण मन्दमतयोऽपि भवन्ति तज्ज्ञाः ॥ संसर्गजं गुणमवाप्य हि पाटलाया
સ્વયં પાશવા િવાસત્તિ ' j વિદ્વાન્ પુરુષોની સાથે દિનપ્રતિદિન વાર્તાલાપમાં ઘસડાતા એવા મન્દમતિવાળા પુરૂષે પણ તે તે શાસ્ત્રોને જાણનારા થાય છે. ત્યાં દષ્ટાન્ત કહે છે કે-લાલ સુગન્ધદાર પાટલા નામના વૃક્ષનાં પુષ્પોના સંસર્ગથી ઉત્પન્ન થયેલ સુગન્ધરૂપી ગુણને પામીને પાત્રોના ભિન્ન ભિન્ન કટકાઓ પણ પાર્થને સુગબ્ધીદાર બનાવી શકે છે. ૧૪
સવે.
નરમાં ગુણ જ નહિ હોય બીજા, પણ એક ઉપાય ધરે કરમાં, કરમાંથી તજે નહિ કાગળને, ઉગતા દિનથી દિન આખરમાં; ખરમાં ન ખપે કદિ તેહ ખરેખર, તેમ ગણાય ન ગાડરમાં, ડરમાં ન રહે દલપત્ત કહે, હરરોજ ચડે ચિત હુન્નરમાં. ૧૫૯
*શિક્ષણની રીત. સમ્રાઈ કરવી, ગુસ્સે થવું, એ છોકરાંઓના અંતરાત્માનો અનાદર કર્યા બરાબર છે. સમજાવીને કહ્યા સિવાય અથવા કારણ બતાવ્યા સિવાય “ ફલાણું કરીશ નહિ, અમુક જગાએ જઈશ નહિ” એવી નિષેધક આજ્ઞાઓ કરવી, એ ઉલટું પક્ષ રીતે તે કામ કરવાની સૂચના આપ્યા બરાબર છે. ઇશ્વરે જ્યારે બાવા આદમને હુકમ કર્યો કે ફલાણા જ્ઞાનવૃક્ષનું ફળ ખાઈશ નહિ” ત્યારે એ નિષેધને લીધે જ તે ફળ ખાવાનો કુવિચાર તેના મનમાં આવ્યું. તે નંદનવનમાં હજારે વૃક્ષ હતાં, પરંતુ જ્યારે “ આ ખાઈશ નહિ” એ ખાસ નિષેધ કરવામાં આવ્યું, ત્યારે ખામેખા તેને જ ખાવાને તેને મોહ થયો. વર્તમાનપત્રોમાં અત્યંત મહત્વની જાહેર ખબરને મથાળે “આ વાંચશે નહિ” એમ લખેલું હોય છે, તેમાં પણ આજ રહસ્ય રહેલું હોય છે. કેઈએ એક ફકીર પાસે મંત્ર માગે, તે મહાત્માએ મંત્ર આપે, અને કહ્યું કે “ત્રણ વખત માળા જપવાથી મંત્ર સિદ્ધ થશે, પરંતુ માળા જપતી વખતે ફક્ત વાંદરાનો વિચાર મનમાં આવો ન જોઈએ.” ડોક પ્રયત્ન કર્યા પછી તે બિચારે પાછો ફકીર પાસે આવીને કહેવા લાગ્યો કે “ ગુરુમહારાજ ! વાંદરે મહારા સ્વમમાં પણ નહોતો, પરંતુ આપે ના પાડી ત્યારથી તે વાંદરાનો
સ્વામી રામતીર્થ.