________________
પરિએ ઇ.
રાગદેષાધિકાર.
મત્ત પુરૂષવરેજ તેની સામે ટકી શકે છે. પણ જેમ જેમ મેહ મમતાને તજી ધર્મ મહારાજનું શિક્ષણ લેવાય છે તેમ તેમ રાગાદિક દુશ્મને પાતળા પડી અંતે પિોબારા ભણું જાય છે.
#આઠ કર્મમાં મોહ અનંતકાળપર્યત સંસારમાં પરિભ્રમણ કરાવનાર હેવાથી તેને મહારાજાની ઉપમા આપી છે. તે સર્વ કર્મમાં મુખ્ય છે. તે મને હારાજાના મુખ્ય બે પુત્ર છે. રાગકેસરી ને દ્વેષગજે. તેમાં પણ રાગકેસરી મેટે પુત્ર છે. રાગને નાશ કરવાથી દ્વેષનો નાશ સહેજે થઈ જાય છે. રાગની પ્રધાનતા હોવાથીજ સર્વ દેને નાશ કરનાર પરમાત્મા વીતરાગ શબ્દ ઓળખાય છે. એ રાગકેસરીને પ્રધાન વિષયાભિલાષ નામે છે. રાગનું બળ સંસારી પ્રાણુઉપર જે ચાલે છે તે આ મંત્રીવડેજ ચાલે છે. ઇદ્રિના વિષયની અભિલાષાવડેજ પ્રાણીઓ રાગને વશ થાય છે. તે મંત્રીનાં પાંચ ઇન્દ્રિયરૂપ પાંચ બાળકો છે. તેને પ્રપંચજ આ જગતમાં વિસ્તરેલો છે. જગતું બધું તેને વશ થયેલું છે. તેમાંથી બચવાની ઈચ્છાવાળ અહીં સૈની ભેળે રહેવાથી બચી શકે એમ નથી, પણ જે તે વિવેક પર્વતના અપ્રમત્તતારૂપ શિખર પર જઈને ચારિત્રધર્મ રાજાના આશ્રમમાં રહે તે તે બચી શકે તેમ છે. તેને માર્ગ બતાવનાર સદાગમ (શ્રુતજ્ઞાન) મંત્રી છે. તેથી પ્રથમ તેને મળવું જોઈએ. અર્થાત્ શ્રુતજ્ઞાનને અભ્યાસ કરી, વિવેક (સ્વપરના વિવેચનરૂપ) મેળવી, અપ્રમાદી થઈ, ચારિત્રધર્મને સ્વીકાર કરે–તેનું આરાધન કરે, તેની સામે રાગને કાંઈપણ ઉપાય ચાલી શકતા નથી. રાગ ઉલટ તેનાથી ભય પામી દૂર નાસે છે. કેઈ જીવને શ્રુતજ્ઞાનવડે ખરી વાત સમજાણું, હેય ય ને ઉપાદેય પદાર્થો પૃથક પૃથક્ સમજાણ, ખરે વિવેક આવ્યું એટલે પ્રમાદ જે વિષય કષાયાદિ તે તન્યા અને ચારિત્રધર્મને આશ્રય લીધે, પછી રાગને પિસવાને માજ રહ્યો નહિ, એટલે તે નિરાશ થઈને પાછો આવે. પરંતુ તે છિદ્રાવલકી હોવાથી છિદ્ર શોધવા લાગ્યો. એવામાં ઉપશમશ્રેણી માંડી અગ્યારમે ગુણઠાણે પહોંચ્યા છતાં પણ તેની કાંઈક ચલિત વૃત્તિ જોઈ એટલે તેને પાડી દીધું. અર્થાત્ ત્યાંસુધી પહોંચ્યા છતાં પણ જે અસાવધાનીમાં રહ્યો તે પડી ગયે. અને રાગને વશ થવાથી મિથ્યાત્વ ગુણઠાણું પામી નરક નિગદમાં ચાલ્યો ગયે. રાગની આવી પ્રબળતા છે. તેનું વર્ણન શ્રી ઉપમિતિ ભવ પ્રપંચાદિ કથામાં બહુ સારી રીતે આપેલું છે.
રાગનું નિવારણ કરવા માટે તપ જપ કૃત વિગેરે અનેક ઉપાયે કહા * જૈનધર્મ પ્રકાશ માસિક.