________________
પરિચંદ,
હણિરાગ-અધિકાર,
૪૭૭
દષ્ટિરાગથી ગુણની અપેક્ષા વગર તે અશુદ્ધ દેવગુરૂ ધર્મ પ્રત્યે હર્ષ બતાવે છે તે માટે તેને ધિક્કાર છે. જેવી રીતે કુપચ્ચ ભેજન કરનાર મહા રેગી મહાપીડા પામીને હેરાન થાય છે તેવી જ રીતે આવતા ભવમાં તે તે (કુદેવ ધર્મગુરૂસેવન) નું ફળ પામીને શોચ કરીશ.” ૨
ભાવાર્થ–ગુણવાન ગુરૂને આશ્રય કરવાની જરૂર કેટલી છે તે આપણે પહેલા ભાગમાં જોઈ ગયા છીએ અને એવા ગુરૂને જ નમન કરવું એ ખાસ કર્તવ્ય છે. એવા ગુરૂએ બતાવેલા એકાંત ગુણવાળા દેવને તેના જેવા થવા માટે ભાવથી ભજવા અને એવા ગુરૂ અને દેવને બતાવેલ ધર્મ આદર એ ગુણાપેક્ષીપણું છે. આવી રીતે જે પ્રાણુ ગુણની અપેક્ષા રાખતું નથી અને માત્ર પગલિક પદાર્થો જેવા કે પુત્રપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, અનેક ગાદિનાશની આશંસા અને મિથ્યાત્વજન્ય દષ્ટિરાગથી ગમે તેવા વિષયી ગુરૂને ભજી સંસાર વધારનાર અધર્માચરણ કરે છે તે પ્રાણ ભવિષ્યમાં બહુ પસ્તાય છે. આ જીવને સંસારરેગ તે થયેલેજ છે તેમાં પાછું કુગુરૂના પ્રસંગથી અાગ્ય આચરણરૂપ કુપચ્ચ ભેજન પતે કરે છે અને ગુરૂનાં અયોગ્ય આચરણને પુષ્ટિ આપતે જાય છે એટલે રેગ વધતું જાય છે અને ગુરૂસેવાનો હેતુ જે સંસાર ઘટાડવાને છે તે નાશ પામતે જાય છે.
મુખ્ય મુદ્દે ગુરૂ મહારાજની જોગવાઈ બરાબર થવાની જરૂર છે, પછી દેવ અને ધર્મ તે તેમના ઉપદેશથી નિયમસર શુદ્ધજ મળતા જશે. જેઓ આ બાબતમાં ગફલત રાખી તપાસ કરતા નથી તેઓ આ ભવમાં પણ કેટલીકવાર પસ્તાય છે. હિંદુસ્તાનમાં ધર્મને નામે સાંઈએ, મહંતા, કાજી, આગાખાન, શ્રીપૂજ્ય તથા ગેરજીએ શાં શાં કામ કરે છે તે અવલોકન કરનારના જેવા સમજવામાં આવી જાય તેમ છે. અજબ છે કે અવિવેકી અવિચારી પ્રેમલા અનુયાયીઓ અને ભગતે તે બાબતમાં આંખ ઉઘાડવાની પણ દરકાર કરતા નથી,
દષ્ઠિરાગ જેમ જીવોને અનંત ભવમાં ડુબાવે છે તેમ પુત્રપુત્રાદિ ઉપરને રાગ પણ છને અનંતકાળ થયાં ભમાવી રહ્યો છે અને તેથી જ કેવી ઘેલછા કરી રહ્યા છે તે હવે પછી બતાવવા સારૂ આ દષ્ટિરાગ અધિકારની સમાપ્તિ કરી છે.
–-