________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદશ -
દાર્થો નીકળ્યાજ કરે છે અને સુંદર પદાર્થો શરીરના સંસર્ગથી તે રૂપને પામેલા હોય છે અને પામતા જાય છે.
હવે આટલા ઉપરથી જાણવાનું એ છે કે, ઉપરના લેકમાં વિસ્તારથી સમજાવ્યું તે પ્રમાણે શરીરને જરી જરા ખવરાવીને તેનાથી આત્મહિત કરી લેવું. જેમ શરીરથી સંસારમાં ડૂબાય છે તેમ તેનાથીજ તરી શકાય છે, માટે આ શરીરનો સદુપયોગ કરે. આજ ભાવ નીચેના બે શ્લોકથી વધારે સ્પષ્ટ થશે.
શરીરઘરનું ભાડું અને તેને ઉપયોગ. परोपकारोस्ति तपो जपो वा, विनश्वरायस्य फलं न देहात् । - सभाटकादल्पदिनाप्तगेह मृत्पिण्डमूढः फलमश्नुते किम् ॥ ६ ॥
નાશવંત શરીરથી પરોપકાર, તપ, જપરૂપ ફળ થતાં નથી તે શરીરવાળે પ્રાણ થડા દિવસને માટે ભાડે રાખેલા ઘરરૂપ માટીના પીંડા૫ર મોહ પામી શું ફળ મેળવે? ૬
ભાવાર્થ–નયસારના ભવથી વીરપરમાત્માના જીવે પોપકાર, તપ અને ધ્યાનની શરૂઆત કરી, શરીર પરનું મમત્વ છેડી દીધું અને છેલ્લા ભાવમાં સાડાબાર વર્ષ તપ કર્યું અને ઉપસર્ગો સહન કર્યો તેનું વર્ણન વાંચતાં પણ વિચાર થાય છે. આવી રીતે શરીરને ઉપગ કરવાને અન્ન ઉપદેશ છે. આવું જે ન થઈ શકે તે પછી શરીરપ્રાપ્તિથી લાભ ?
ટીકાકાર ધનવિજયગણિ લખે છે કે “કેઈ પ્રાણીએ ભાડું આપીને ચેડા દિવસ માટે એક ઘર ભાડે રાખ્યું હોય અને પછી આ મારું ઘર છે અને વપરાશે તે નાશ પામશે એમ માની તે ઘરને વાપરતો નથી, પછી મુદત પૂરી થાય છે એટલે ઘર તે છેડી દેવું પડે છે, તેવી જ રીતે આ શરીર જીવને ટુંક (પરિમિત) આયુષ્યયુક્ત પ્રાપ્ત થાય છે ત્યારે આ જીવ વિચાર કરે છે કે પોપકાર, તપસ્યા વિગેરે કરીશ તે આ શરીર દુર્બળ થઈ જશે, માટે આપણે તે તેવું કાંઈ પણ કરવાના નથી. આવા ખોટા વિચારથી મૂઢ બુદ્ધિવાળો જીવ શરીરને સદુપયોગ કરતા નથી અને આયુષ્ય પૂર્ણ થાય છે કે તુરત શરીરને તજી દેવું પડે છે ત્યારે તે મનુષ્યભવ અને શરીર બંનેથી ભ્રષ્ટ થાય છે.
શરીરને કયારે પિષવું, કેમ પિષવું, શામાટે પોષવું વિગેરે સવાલને અત્ર નિર્ણય બતાવે છે, તે મનન કરવા ગ્ય છે.