________________
પરિચ્છેદ.
ઉસ’હાર.
www:
-~-~~-~~~-~~
છેદમાં પણ પરસ્પર અનુકૂળ સખધવાળા તેમજ પ્રતિકૂળ સંબંધવાળા સંખ્યાબંધ ભિન્ન ભિન્ન વિષયાનું વિવેચન, અભિરૂચિ ઉપજાવે એવી સાહિત્ય સામગ્રીના ચેાગથી તમારી પાસે મૂકવામાં આવે છે. એ સઘળુ વિવેચન તમારી પાસે ધરવાના અમા પ્રયાસ અને તે ગ્રહણ કરવાને તમારા પ્રયાસ સફળ થયા ત્યારેજ ગણાય કે જ્યારે તમે ગ્રાહ્ય વિષયાનું ગ્રહણ કરી તે પ્રમાણે વન કરેા અને ત્યાજ્ય વિષયાના ત્યાગ કરી તેની ઝેરી અસર જે તમારા અંત:કરણની નજીક પશુ ન આવવા દેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરા એજ ખરૂં સુખ છે, એજ અખૂટ શાંતિ છે અને એજ આત્મકલ્યાણુના પરમધામનું સુપ્રકાશિત સત્ય દ્વાર છે. ખરી ધર્મપ્રવૃત્તિ એજ છે એજ અનંત આત્મસુખ છે. કથનમાત્રથી કશી સિદ્ધિ નથીજ. આ પુસ્તકના જે જે પિરચ્છેદો લખાયા છે, તેમાં જે જે વિષયે લેવાયા તે સ વાંચવાનું તથા હવે પછી જે જે પરિચ્છેદે લેવામાં આવશે અને તેમાં જે જે વિષયે આવશે તે પણ સઘળા વાંચવાનું સાર્થક ત્યારેજ સમજવાનું છે કે જ્યારે તે સઘળું જ્ઞાન ગ્રાહ્ય વિષયની ગ્રાહ્યતાને અનુસરી જે ગ્રાહ્યરૂપે અને ત્યાજ્ય વિષયની ત્યાજ્યતાને અનુસરીને ત્યાજ્યરૂપે વત્તનમાં પ્રતિકૂલિત થશે. સ ંક્ષેપમાં આટલી સૂચના કરી આ પરિચ્છેદની સાથે પુસ્તકના આ તૃતીય વિભાગની પણ સમાપ્તિ કરવામાં આવે છે,
૫૧૧
ગ્રંથસંગ્રહિતા. નીતિ.
विनयविजय मुनिनाऽयं ग्रथितः प्रथितः परः परिच्छेदः । द्वादश इह संपूर्णः पूर्णतया शंकरोतु सर्वेषाम् ॥
વિનયવિજય મુનિએ ગ્રથિત આ પ્રખ્યાત શ્રેષ્ઠ બારમા પરિચ્છેદ અહીં પૂર્ણ થયા તે સત્રનું પૂર્ણ પણે કલ્યાણ કરે.
// હાવરા નેિટ પરિપૂર્ણ॥