________________
પિરિછેદ
દેહમમત્વમોચનાધિકાર. .
કમોથી અને કર્મથી મરણપર્યંત સ્થિર એવાં તપથી તે તિરસ્કાર કર એટલે ગત લોકમાં જે દુ:ખનું નિદાન શરીરને કહ્યું છે તેથી હવે આ મનુષ્યજ. ન્મમાં તેને બદલે લે. ૧૪
જીવને સૂરિએ સમજાવેલી ખરી હકીકત.
शार्दूलविक्रीडित. दुष्टः कर्मविपाकभूपतिवशः कायायः कर्मकृत्, बद्धा कर्मगुणैर्हृषीकचषकैः पीतप्रमादासवम् ।
(અ. ) कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशुच्छलं गन्तेति स्वहिताय संयमभरं तं वाहयाल्पं ददत् ॥१५॥ )
શરીર નામને નોકર કર્મવિપાક રાજાને દુષ્ટ સેવક છે, તે તને કર્મરૂપી દેરડાંએ બાંધીને ઇદ્વિરુપી દારુ પાવાનાં પાત્ર વડે તને પ્રમાદરૂપ મદિરા પાશે. આવી રીતે તને નારકીનાં દુઃખ ખમવાને ગ્ય કરીને પછી કાંઈબ્દાનું લઈને તે સેવક નાસી જશે; માટે તારા પિતાના હિતને માટે તે શરીરને જરા જરા આપીને સંયમના ભારને વહન કરાવ.” ૧૫
વિવરણ –એક કર્મવિપાક નામે રાજા ચતુર્ગતિ નગરીમાં રાજ્ય કરે છે. આ રાજાને અનેક સેવકે છે અને શરીર પણ તે અનેકમાંને એક સેવક છે. હવે રાજા દરરેજ કચેરી ભરે છે, તેમાં એક દિવસ આ જીવ યાદ આવ્ય એટલે પિતાના સેવકેને હુકમ કર્યો કે આ જીવને બંદીખાનામાં નાખી દે, નહિતે કદાચ તે મેક્ષનગરમાં ચાલ્યા જશે કે જ્યાં આપણી સત્તા (jurisdiction) જરા પણ નથી. શરીર નામના સેવકે તૈયારી કરી અને રાજાને કહ્યું કે જીવને કબજે રાખવા સારૂ દેરડાંનો ખપ પડશે. કર્મવિપાકે કહ્યું “અરે કાયા ! તેમાં તારે મુંઝાવાનું નથી. આપણી શાળામાં કર્મ નામનાં હજાર દેરડાં છે, તેમાંથી તારે જોઈએ તેટલાં લઈ લે. ફક્ત તું આ જીવથી સાવચેત રહેજે, નહિ તે તને તે થાપ ખવરાવી દેશે.” વળી પાછો શરીર સેવકને વિચાર થયે કે કામ કર્યું છે તેથી રાજાને કહ્યું કે “મહારાજા ! આ જીવમાં તે અનંતશક્તિ છે તેથી મને મારીને હટાવી દે, માટે કઈ એવી વસ્તુ આપો કે તેના ઘેનમાં પડ્યો રહે અને પોતાની શક્તિ છે તેને તેને ખ્યાલજ આવે નહિ.” આ ઉપરથી બહુ વિચાર કરીને રાજાએ મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદરૂપ આસવ (દારૂ) આપ્યા