________________
પરિ છે, શ્રેષ-રેષાધિકાર.
૫૦૫ ===
=જનન ======== == = =
- હડાળાની કુતરી. કાઠિઆવાડ પ્રાંતમાં લીંબડી સ્વસ્થાનમાં હડાળા ગામ છે. તે ગામ ઘણું જુના વખતનું વસેલું છે. તે ગામના પાદરમાં એક કુતરી રહેતી હતી. પોતાની જાતના જાતિસ્વભાવ મુજબ, અજાણ્યા માણસને પાસે આવેલ જોઈ ભસે તે તે કાંઈ નહિ, પણ આ બહાદૂર તેથી ભસવાની બાબતમાં ઘણું જ વિચિત્ર હતી. કેઈ અજાણ્ય માણસ નજરે પડે એટલે દૂર હોય ત્યાંથી તેના સામું ભસવા માંડે તે દેખાતું માણસ પાસે આવે અને પાછું નજરથી દેખી ન શકાય એટલે વેગળે જાય ત્યાંસુધી તેને ભસ્યાજ કરે.
હડાળા ભાલના પ્રદેશમાં હોવાથી ત્યાંની જમીન ટેકરા ટેકરી કે ઝાડવગરની ને સપાટ, તેથી આશરે ગાઉ દેઢ ગાઉ છેટેથી જતું આવતું દેખી શકાય છે. આમ હોવાને લીધે આ ખારીલી કુતરીને દિવસને ધણો ખરે ભાગ ભસવાના કામમાં જતું હતું. વખતપર તેના નસીબોગથી થોડે ઘણે વિસામો માણસ જાતના વગર આવરા જાવરાએ મળતું હતું. તેનું ડાચું ભશી ભશીને એવું વા જેવું થઈ ગયું હતું કે ભસવાની આળસ કે કાયરતા કરી થતી જ નહિ. કેટલાક જૂવાન ગામડીઆ વટેમાર્ગુઓ તેને વધારે ચીડવવાસારૂ સામે આવી લાકડી ઉગામી ઉભા રહે તેથી ચીડાઈને વધારે ભસે એટલે લાકડીના ઘા પણ વખતે થતા, છતાં ભસવામાં પાછી પાની આપતી નહિ, પણ પિતાના ખારીલા સ્વભાવનું પોત બતાવતી હતી. માર પડે ત્યારે જરા દૂર જાય પણ ભસવાનું કામ છેડે નહિ, આથી તે “હડાળાની કુતરી” ભસવામાં એકી ગણવા લાગી, અને બધે જાહેર થઈ.
એક દિવસ બાદશાહનું લશ્કર સેરઠ ઉપર ચડાઈ માટે આવતું હતું તે હડાળાના પાદરમાંથી નિકળ્યું, લશ્કરનાં માણસે કાંઈ થોડાં નહેતાં, કે સહેજવારમાં આવતાં બંધ પડે. તે તે એક પછી એક આવવાજ લાગ્યાં. તે માણસો જેવાં તેના જેવામાં આવ્યાં કે કાન ચમકાવી મોટું સજ કરી જાણે તે આ વતા લશ્કરને હરાવતી હોય એમ ડોળ કરી ભસવું શરૂ કર્યું, લશ્કર તે સવારમાંથી આવવું શરૂ થએલું તે બપોર સુધીમાં પણ આવતું પૂરું થયું નહિ, તે દરમિઆન કુતરી નરમ થઈ ગઈ. વજ જેવું મોટું દુખવા આવ્યું, મોઢેથી લાળ અને છેવટે લેહી વહેવા માંડયું, આંખમાં ખાડા પડ્યા, ને ઉભું રહી શકાય એમ રહ્યું નહિ, એટલે નિરાશ થઈ ભેંય પડી, તોપણ ધીમે ધીમેથી
* કૌતમાળા.