________________
પરિજી.
અપત્યમમત્વમેચનાધિકાર.
૪૭૯
નથી. તેને સુખ નથી; તેમજ આ પુત્રબંધનથી તારી સર્વ સ્વતંત્રતાને નાશ થાય છે. તારે દેશસેવા, પિતૃસેવા કે આત્મસેવા કરવી હશે તે પણ એછી થશે અથવા નહિ થઈ શકે. આદ્રકુમાર ફરી દીક્ષા લેવા માટે જવા ઈચ્છતા હતા ત્યારે પુત્રે કાચા સુતરના બાર તાંતણું તેના પગ ફરતા વિચ્યાતેવા તાંતણા તો શું, પણ દર્શન માત્રથી પણ હાથીની સાંકળ તેડવાની શક્તિવાળા એવા અને હજારો માણસને ભારે પડે તેવા આદ્રકુમારથી તે કાચા સુતરના તાંતણ તૂટયા નહિ; અને બાર વરસ વધારે ઘરમાં રહેવું પડયું. પુત્રપુત્રીએનું બંધન આવા પ્રકારનું છે.
મહા વૈરાગ્યભાવ જાગૃત થતાં કોઈ આસન્નસિદ્ધિ જીવને સંસારત્યાગ કરવાની ઈચ્છા થાય છે ત્યારે સ્ત્રી અને પુત્ર કેટલાં બંધનરૂપ થાય છે, તે સર્વને અનુભવસિદ્ધ છે. આત્મધર્મ અને ઉંચા પ્રકારની ફરજ અદા કરવા જતાં પુત્ર ધર્મ અને પતિધર્મને કાંઈપણ બાધ આવે તે પણ વધારે માન હમેશાં આત્મધમનેજ મળવું જોઈએ અને જનયજ્ઞ કરતાં પિતૃયજ્ઞ કે પુત્રયજ્ઞને ભેગ આપ પડે તેપણ સર્વ ધર્મને તે ઈષ્ટ જ છે,
પુત્રપુત્રી શલ્યરૂપ છે તેનું દર્શન.
आजीवितं जीव भवान्तरेऽपि वा, शल्यापपत्यानि न वेत्सि कि हदि ।। चलाचलै विविधार्तिदानतोऽनिशं निहन्येत समाधिरात्मनः ॥२॥ (ए
હે ચેતન!,આ ભવમાં અને પરભવમાં પુત્રપુત્રી શલ્ય છે એમ તું તારા મનમાં કેમ જાણતો નથી? તેઓ શેડી અથવા વિશેષ ઉમર સુધી જીવીને તેને અનેક પ્રકારની પીડા કરી તારી આત્મસમાધિને નાશ કરે છે. ૨
વિવેચન–છોકરાઓ અનેક ઉપાધિનાં કારણ છે, તે ઉપરાંત વળી માબાપને શલ્યભૂત છે. જે ચળ એટલે ઓછા આયુષ્યવાળા હોય તે માબાપને શેક કરાવે છે અને જે વિધવા મૂકીને જાય છે તે તે શેકને કાંઈ પારજ રહેતું નથી. જે અચળ એટલે વધારે આયુષ્યવાળા હોય છે તે કેળવણી, વેવિશાળ, લગ્ન, સંસારમાં વધારવા વિગેરે કાર્યોમાં પિતાને અનેક પ્રકારની ઉપાધિ કરનારાં થાય છે, તેમાં પણ પુત્રને ઈચ્છા પ્રમાણે આગળ નહિ વધતે જોઈને પિતાને મનમાં બહુ લાગી આવે છે. વળી તેઓ ચળાચળ એટલે ચંચળ હોય તે કુકર્મો કરીને પિતાનાં ચિત્તને શાંતિ રહેવા દેતા નથી. વળી અતિશયર્થે દ્વિર્ભાવ લઈ ચળાચળને અર્થ વિનશ્વર કરીએ તે તેવા પુત્રપુ.