________________
પરિદ, રાગદેષાધિકાર.
૪૭૧ = ===== == ======= = == = ===== તેવું સુખ પ્રાપ્ત થતું નથી કે જેવું સુખ વીતરાગી અને આત્મનિષ એવા મુનિના ચિત્તને વિષે સ્થિર થઈને રહે છે.
ભાવાથ–આ સંસારમાં કેટલાક પ્રાણીઓ મોટી રાજઋદ્ધિ, સુખ સૈભાગ્ય, સ્ત્રીપુત્ર પરિવાર વિગેરેની પ્રાપ્તિવાળા ઇંદ્ર અને ચક્રવર્તિ વિગેરેને જોઈને તેને પરમ સુખી માને છે અને તેવું સુખ પ્રાપ્ત કરવા–મેળવવા પિતે ઈચ્છે છે, પરંતુ જ્ઞાની કહે છે કે- બંધુઓ! એમાં તમારી ભૂલ થાય છે. જે સુખ આત્મનિષ્ઠ એવા મુનિ મહારાજને પ્રાપ્ત થયેલ હોય છે તેના અનંતમાં ભાગનું સુખ પણ ઉપર કહેલા ઇંદ્ર ચકાત્યદિકને હેતું નથી. કેટલીક વખત તે તેઓને પૂછવાથી પણ જણાય છે કે તેઓ ખરા સુખી નથી પણ દુઃખી છે. તેઓ કહે પણ છે કે–ભાઈઓ! તમે ઉપરઉપરથી અમને બહુ સુખી માને છે પરંતુ અમને જે ચિંતા છે, જે ઉપાધિ છે, જે દુઃખે છે, તે બધાં જે તમે જાણો–સમજે–અનુભવે તે તમે અમને સુખી કહેજ નહિ. અમને ઉપરનું અનેક પ્રકારનું સુખ છે, અમે ગાડીડામાં બેસીને ફરીએ છીએ, અનેક સુંદરીઓની વચ્ચે ઘુમીએ છીએ, પરંતુ અમને અત્યંતર સુખ-નિશ્ચિતપણું-શાંતિ, અલ્પ પણ નથી. આવા કથનથી અને જ્ઞાનીઓના તેવા પ્રકારના અનુભવથી ઉપર જણાવી છે તે હકીક્ત અક્ષરશ: સત્ય છે. ખરું સુખ પતરાગી અને આ ત્મનિષ્ઠ એવા મહાત્માઓને જ હોય છે–તેમને જ હોઈ શકે છે. અન્યત્ર તેવા સુખના બિંદુને પણ સંભવ નથી. ૫
રાગથી રહિત એવા પુરુષને ઘર એજ તપવનરૂપ છે. 1. વંથ. पनेऽपि दोषाः प्रभवन्ति रागिणां,
गृहेऽपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते,
(.મુ.) निवृत्तरागस्य गृहं तपोवनम् ॥ ६ ॥
રાગી (વિષયાસક્ત, પુરુષોને વનમાં પણ દેશે પ્રાપ્ત થાય છે અને ઘરમાં પણ પાંચ (ચક્ષુ, શ્રોત્ર, રસના, નાસિકા અને ત્વચામડી ) ઈન્ડિ. ચેનો નિગ્રહ કરવામાં આવે તે તે તપ છે. એટલે જે મનુષ્ય અનિંદ્ય (વિહિત). કર્મમાં વર્તે છે, તે નિવૃત્ત રાગવાળા (સંસારાસક્તિવગરના) પુરૂષને ઘર પણ તપોવનરૂપ છે. ૬