________________
૨૫૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જ.
દશમ
રાજા કહે મુરખ જન પાસે, કાંઈ કહેતાં કાગળ શરમાશે; સમજી સાથે બોલવા ચહાશે.
મન દ૨ સુણી જંગલી અચરજ ઉર ધરે, આ માણસ નહિ પણ દેવ ખરે; જડવસ્તુ જે સંગ વાત કરે.
મન ૬૪ ચલ જાઊં કે ટપ જાઊં!!! કાઠિયાવાડના એક એજન્સી થાણદારની કચેરીમાં જમાલભાઈ કરીને એક નવો સિપાઈ રાખવામાં આવેલ હતો. જમાલભાઈ બિચારો અવસ્થાવાન, એલ, ને સર્વ વાતે જુના જમાનાના સિપાઈને નમુને હતો. એવા માણસને સરકારી નોકરીમાં રહેવું પડયાથી “જૂની આંખે નવા કેતક” જેવું હતું. પ્રથમની તમામ કરી રજવાડામાં કરેલી, જેથી તે વખતની નોકરી નહિ પણ સાહેબતરીકે ગણી મિએ દિવસ ગુજારેલા; પણ આ સરકારી નોકરીમાં કાંઈ તેમ ચાલે નહિ?
જમાલભાઈને નોકરીમાં રાખે છેડી મુદત થઈ એટલામાં અણીયાળી ગામ જવાને તેમને વારે આવ્યું. થાણદાર તરફથી મુખીને બેલાવી લાવવા હુકમ થ. જમાલભાઈ અણીયાળી જવાનું સાંભળી ચમક્યા! “અરે ખુદા! ઐસા ગામ તે મને કબી મેરી જીંદગાનીમેં નહિ સુના હૈ! એ ગામ કિધર આયા ! કેનસા રસ્તા ! એ અપનકું તે માલુમ નહિ. અરે ! દુસરાતો કુછ નહિ, લેકીન ગામંકા નામ કીસ તરેહસે યાદ રહા જાયેગા? યાદ રહેશે તે બંદા વિ હાતસેબી ઢલાવે એસા ! મગર નામ બડા અટપટા હૈ !” એમ ફડફડવા માંડયું. તે જોઈ ભલા નાયકે એક સોટીને અણી કાઢી જમાલભાઈના હાથમાં આપી કહ્યું કે, “અણઆળી નામ મોઢે બોલતા જાઓ ને કદાચ ભુલી જાઓ તે આ સેટીની અણી સામું જેજે, એટલે ગામનું નામ અણીયાળી યાદ આવશે.'
મિઆં સેટી લઈ અણયાળી બોલતા રસ્તે પડયા. ચોમાસાનો વખત હતા, તેથી રસ્તામાં ગાર, કીચડ, અને ઘણાં ખાડા ખાબોચીયાં પાણી ભરેલા આ વતાં હતાં. એક પાણીનો વહેળો આવ્યા, ત્યાં આગળ પાછું અને કીચડ હતો. તે જોઈ મિઆ વિચારમાં પડયે કે જે પગરખાં ઉતારીને ચાલીશ તો પગે કીચડ ચૅટશે માટે આટલો નાનો વેહળે કૂદી જો એજ ઠીક છે. પણ કદાચ પડી જવાયું તો વાગશે ને હાથપગ કીચડવાળા પણ થશે, તો ચાલીને જવું કે કૂદીને જવું? એ એક વાત સૂઝે નહિ, પણ “ચલ જાઉં કે ટપ જાઉં !!!” એમ વિચાર થયા કરે. આખર મિએ પિતાના હાથની સેટીને ટેકો - કૌતુકમાળા.