________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
' મૂર્ખવિષે વધારે વિવેચન કરવું એ અગ્ય છે. કારણ કે મનુષ્ય જે ભાવ અથવા રજકણ સેવે તેવો ભાવ અંતઃકરણમાં જામતો જાય છે જેમકે મનુષ્ય કામપ્રદીપક પુસ્તક વાંચે અથવા કામપ્રદીપક વાતો સાંભળે તે જરૂર મનમાં કામવાસના જાગે છે. તેવી જ રીતે કોઈ સ્ત્રી કરૂણાજનક જે રૂદન કરતી હોય તે અવશ્ય વજય પુરૂષની આંખમાંથી અથુપાત શરૂ થાય છે તેવીજ રીતે પ્રભુ ભક્તિમય વાર્તાલાપ થતું હોય તો જરૂર હૃદયમાં નાસ્તિક જેવાને પણ થોડે અંશે ભક્તિભાવ ઉદભવે છે. તે દિવ્ય પુરૂષને તેની પૂર્ણ અસર થાય એ સ્વાભાવિક છે.
મૂના જૂદા જૂદા પ્રકારો પર લક્ષ આપતાં તેમાંથી એક એવું સામાન્ય લક્ષણ આપણું ધ્યાનમાં આવે છે કે પરિણામે પિતાનું હિત ન સમજે તે મૂર્ખ કહેવાય. વ્યવહારમાં પિતાનું હિત જાળવતા હોય છતાં પોતાના પાર લોકિક હિતને ગુમાવતો હોય તો તે વ્યવહારમાં ડાહ્યો ગણાવા છતાં પરિણમમાં મોહાટી પડાનું પાત્ર બનવાનો હોવાથી મહેટ મૂર્ણ ગણાય છે. આજ કાલ ઇશ્વરને, તેના ભક્તોને તથા ધર્મને માનવામાં શંકા કરનારાઓ અથવા તેને એક જાતની ઘેલછા ગણનારાઓ ઘણાક નાસ્તિકલેકે પિતાને સાથી ડાહ્યા ગણે છે અને ભગવાનની પૂજા કરનારાઓને, ભવિકજનોને સત્કાર કરનારાઓને તથા ધર્મમાં સુરત રહેનારાઓને મૂર્ખ કહે છે તથા તેને ઉપહાસ, કરે છે. સર્વવ્યાપક જ્ઞાનવાળા સર્વેશ્વરમાં પોતાની ચંચલ ચિત્તવૃત્તિને સ્થિર કરવા માટે જે મૂર્તિમાં ઈશ્વરભાવનાના અભ્યાસી હોય છે તેમને તેઓ અણસમજુ ગણે છે અને પોતે મૂર્તિપૂજાના નિંદક બની પોતાને સમજુ અને વિદ્વાન ગણાવવાની કોશીસ કરે છે. આવી વિકળ વિદ્વત્તાના ઝભા નીચે ઢંકાએલા એવા ખરા મૂર્ખાઓ સમજતા નથી કે મૂર્તિપૂજામાં ખરી શ્રદ્ધા રાખી ઈશ્વરભક્તિ કરનારાઓ ચિત્તની નિર્મળતા અને એકાગ્રતાને પામીને બહુ સહેલથી તત્વવેત્તા બની ઈશ્વરરૂપજ થાય છે. જ્યારે નાસ્તિકલોકે સેંકડે જન્મ પણ તેવાને તેવાજ એટલે માત્ર પાણી લેવવાવાળા જ રહે છે. માટે મૂર્ખતાની મોટામાં મેહાટી નિશાની નાસ્તિકપણું છે તેને ત્યાગ દૂરથીજ કરવાની ભલામણ છે.
કદાચ કોઈને પ્રશ્ન થાય કે ત્યારે આવા મિથ્યાત્વ અથવા અજ્ઞાન અથવા મૂર્ણ વિગેરેના અધિકારજ ન વર્ણવ્યા હોય તે ઘણું સારું. છતાં એવા અધિકારે ગ્રાહા શામાટે માન્યા છે, તે તેનું સમાધાન કરવામાં આવે છે કે
જગતમાં જે દુર્જન હેય નહિ તો આપણે સજજન કોને કહેત ? માટે