________________
૩૮૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
એકાદશી
આપણું લેકમાં ઘાસણ વગેરે રે વિશેષ છે, તેનું કારણ ડરબનને સરકારી દાક્તર એજ આપે છે, કે આપણે એવી સ્થિતિમાં રહીએ છીએ કે આ પણને ચોખ્ખી હવા નથી મળતી અથવા આપણે નથી લેતા. હવા અને અજવાળાને વિષય આરોગ્યને સારૂ એ જરૂર છે કે દરેકે તે કાળજીપૂર્વક સમજવો જોઈએ.
પાણી. આપણે આગળ જોઈ ગયા કે હવા એ ખેરાક છે, અને પાણીનું પણ તેમજ છે. હવા એ પહેલી પદવી ભેગવે છે અને પાણી બીજી પદવી ભેગવે છે હવાવિના માણસ થોડી મિનિટજ નભી શકે. પાણીવિના કેટલાક કલાકે, ને દેશને લઈ કંઇક દિવસ પણ કહાડી શકે; તોપણ એટલું તે ચોક્કસ છે કે બીજા ખોરાકવિના લાંબી મુદત ચલાવાય તેમ પાણીવિના નજ ચલાવાય. પણ જે માણસને પાણી પીવાનું મળે તે ઘણું દહાડા સુધી અનાજવિના નભી શકે છે. આપણું શરીરમાં પાણીના સીત્તેરથી વધારે ટકા છે. પાણી વિનાના શરીરનું વજન આઠથી બાર રતલસુધીનું ગણાય છે. આપણુ બધા ખોરાકમાં એાછું વડું પાણી હોય છેજ.
આમ જે વસ્તુ આપણને બહુ અગત્યની છે તેની સંભાળ પ્રમાણમાં આપણે બહુ ઓછી લઈએ છીએ. મરકી વગેરે રોગો આપણું હવાવિષેની બેદ રકારીને લીધે આપણને ઘેરે છે. તેવાં પરિણામ આપણી પાણીવિષેની બેદરકારથી આવે છે. લડાઈમાં રોકાએલાં લશ્કરમાં કાળક્વેર ઘણી વેળા ફાટી નીકળે છે તેનો દેષ પાણઉપર સાબીત કરવામાં આવ્યું છે; કેમકે લડાઈમાં ફજેને જ્યાં જેવું મળે ત્યાં તેવું પાણી પીવું પડે છે. શહેરમાં રહેનાર માણસામાં પણ ઘણી વેળા આવી રીતના તાવ ફાટી નીકળે છે, તેનું કારણુ ઘણી વખત પાણી હોય છે. ખરાબ પાણી પીવાથી પથરીને રેગ પણ ઘણીવાર પેદા થાય છે.
પાણી બગડવાનાં બે કારણ હોય છે. એક તો એવા પ્રદેશમાં પાણી - ળતું હોય કે ત્યાં ચેખું ન રહે, ને બીજું એ કે આપણે તે પાણીને બગાડીએ. જ્યાં ખરાબ જગ્યાએ પાણી રહેતું કે નીકળતું હોય ત્યાંનું પાણી તે નજ પીવું જોઈએ, ને ઘણે ભાગે આપણે નહિ, પીએ; પણ આપણું ગફલતથી ખરાબ થયેલું પાણી પીતાં આપણે અચકાતા નથી. જેમકે નદીઓમાં આપણે