________________
પરિએછે.
આરોગ્ય-અધિકાર.
૪૦૧
હોવું જોઈએ. માત્ર બાળ અવસ્થામાં દૂધ પીવાને આપણે સરજાએલા છીએ. આપણને પણ દાંત આવે ત્યારે આપણે યાતે સફરજન વગેરે લીલા મેવા ને બદામ વગેરે સૂકા મેવા ચાવીએ અથવા જેટલી ચાવીએ. દૂધની ગુલામીમાંથી છૂટનાર માણસ કેટલે પૈસો ને કાળ બચાવી શકે છે એ ઉપર વિચાર કરવાનું આ સ્થળ નથી, પણ સે પિતાની મેળે તે તપાસી શકશે. દૂધમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓની પણ જરૂર નથી. છાશની ખટાશ લીંબુમાંથી મળે છે. તેમાંનું બીજું સત્વ બદામ વગેરેમાંથી મળે છે. ઘીના બદલામાં તે તે હજારે હિંદી ખાય છે.
હવે ત્રીજા દરજજાને ખોરાક જરા તપાસીએ. તે વનસ્પતિ અને માંસમિશ્રિત છે. આ ખોરાક ઘણા માણસો ખાય છે, ને તેમાંના ઘણા દર્દીથી પીડાય છે; ને ઘણું નીરોગ પણ જણાય છે. આપણે માંસ ખાવાને નથી સરજાયા એતો આપણું શરીરના બધા અવયવો ને આપણે બાંધે પ્રત્યક્ષ બતાવી આપે છે. માંસના ખેરાકથી શરીર ઉપર થતી માઠી અસરનું વર્ણન દાક્તર કિંગ્સ ફેડે, ને દાક્તર હેગે આબેહૂબ આપ્યું છે. જે એસીડ કઠોળ ખાવાથી પેદા થાય છે તેજ એસીડ માંસ ખાવાથી થાય છે, એમ તેણે સાબીત કરી આવ્યું છે. માંસ ખાવાથી દાંતને ઈજા પહોંચે છે, સંધિવા થાય છે, તે ખાવાથી માણસમાં કોઈ વધારે ઉત્પન્ન થાય છે, ને જેને કેધ છે તે પણ રોગી છે. આપણુ આરોગ્યની વ્યાખ્યા પ્રમાણે ક્રોધી માણસ ની રેગી ન ગણાય.
ચોથા ને છેલ્લા દરજજાનો ખોરાક ખાનારા એટલે માત્ર માંસભક્ષીને વિચાર કરવાની જરૂર રહેતી નથી, તેઓની અધમ દશા એવી છે કે તેઓને વિચાર કરતાં આપણે માંસ નજ ખાઈએ. તેઓ કેઈપણ પ્રકારે નીરોગી નથી. જરા ઉંચે ચઢે છે, કે જ્ઞાન મેળવે છે એટલે તરત તેઓનું મન વનસ્પતિ આહાર તરફ દોડે છે.
આ બધાને સાર એ આવ્યું કે કેવળ ફળાહારી થનાર છેડાજ નીકળશે. પણ સૂકાં ને લીલાં ફળ, ઘઉં તથા ઓલીવ ઑઈલને અખતરે કરવા યોગ્ય છે ને તે ઉપર માણસ તંદુરસ્તી જાળવી શકે છે. ફળની અંદર કેળાં પ્રધાનપદ ભેગવનાર છે. સિવાય ખજુર, આલુબુખાર, અંજીર એ બધાં તાકાદ આપનારાં છે. લીલી દ્રાક્ષ લોહી સુધારક છે. નારંગી, સંત્રાં, સફરજન એ બધાં કેળાંની સાથે મેળવી રોટલીની સાથે ખાઈ શકાય છે. રોટલીમાં ઓલીવ ઓઈલ નાખવાથી સ્વાદ બગડતો નથી. આવા ખોરાકમાં અડચણ ઓછી રહે છે, તેથી ખર્ચ ઓછું છે, ને મીઠાં મરચાંની, દૂધની કે સાકરની જરૂર પડતી નથી. છુટી સાકર એ તે તદન નકામી વસ્તુ છે. બહુ ગળ્યું ખાનારાના દાંત
૫૧