________________
૩૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
લેહીને સાફ રાખનારું મોટામાં મોટું સાધન હવા છે. શરીરમાં ફરીને જે લેહી ફેફસામાં જાય છે તે નકામું થઈ પડે છે, ને તેમાં ઝેરી પદાર્થ હોય છે, આ ઝેરી પદાર્થને અંદર ગએલી હવા ઝીલી લે છે ને પિતામાં રહેલો પ્રાણવાયુ તે લોહીને આપે છે. આ પ્રમાણે ક્રિયા ચાલ્યા જ કરે છે. લેહીમાંથી લીધેલ ઝેરી પદાર્થ લઈ અંદર ગએલી હવા બહાર નીકળે છે, અને લેહીમાં પ્રાણવાયુ મળી તેજ પાછું નસવાટે આખા શરીરમાં ફરી વળે છે. આથી સમજી શકાય કે બહાર નીકળતે શ્વાસ એ કેટલેક દરજે ઝેરી છે. હવાની અસર આપણા શરીર ઉપર એટલી બધી થાય છે કે તેનો વિચાર આપણે કંઇક વિસ્તારથી નોખા પ્રકરણમાંજ કરીશું.
શરીરની અંદરના સ્થિર વિભાગો તથા ગતિવાળા પદાર્થો કેવી રીતે બેઠવાયેલા છે, કેવી ખાસિયતવાળા છે તેઓની યોગ્ય સ્થિતિ કેમ જળવાય છે અને તેઓ કેમ બગડીને કેવું પરિણામ લાવે છે વગેરે વગેરે બહુ મહ ત્વની બાબતે-વૈદકનો ધંધો કરનારે સંપૂર્ણ અને સૂક્ષ્મતાથી બરાબર સમજવી જોઈએ, પણ સામાન્ય મનુષ્યએ પણ તેની સામાન્ય માહિતી તે મેળવવીજ જોઈએ. કારણ કે વ્યવહાર વિચારમાં અને પરમાર્થ વિચારમાં એમ બંનેમાં તે માહિતી ઉપયોગી થઈ પડે છે. આમ સામાન્ય માહિતી જ્યારે સર્વને માટે જરૂરની છે ત્યારે મનુષ્ય પોતાના પ્રાણ સંરક્ષણ માટે જેના ઉપર દઢ વિશ્વાસ રાખી જેને શરણે જાય છે તેવા મનુષ્ય એટલે વૈદ્યોએ તે તેની વિશેષ માહિતી મેળવવી જોઈએ અને તેની સાથે સ્વાસ્થનાશક તથા પ્રાણુનાશક રેગેનાં કારણ, સ્વરૂપ, પ્રભાવ અને રેગનાશક ઈલાજેની સઘળી વ્યવસ્થા પૂરેપૂરી જાણવી જ જોઈએ એમાં શી નવાઇ? શાસ્ત્ર તેને જ સુઇ કહે છે એવા સુવૈદ્ય દુનિયાને અતિશય ઉપયોગી છે અને તેથી તેની કાંઈક ઓળખાણ આપવાના અધિકારને હવે પછી સ્થાન આપવું ઉચિત માન્યું છે.