________________
પરિ
.
શરીરવ્યવસ્થા–અધિકાર.
૪૩૫
આ પ્રકરણમાં અપાશે, એટલે ઉપરનું સમજાયા પછી આપણું શરીરના મુખ્ય ભાગ ઉપર જઈએ છીએ, તેમાં હાજરી એ સર્વોપરિ ગણાય. હજરી એ ક્ષણભર આળસ કરે તે આપણું ગાત્ર માત્ર ઢીલાં થઈ જાય. એટલે ભાર આપણે હાજરીપર મેલીએ છીએ તેટલો ભાર સહન કરવાની શક્તિ મહાવિકરાળ પ્રાણીઓમાં પણ નથી. આ હાજરીનું કામ અનાજને પાચન કરવાનું ને પાયન થયેલા અનાજવડે શરીરનું પિષણ કરવાનું છે. સંચાને જેમ એજીન તેમ માણસને હોજરી છે. આ ભાગ ડાબા પડખામાં પાંસળાની અંદર છે. તેમાં અનેક ક્રિયાઓ થઈ, જૂદા જૂદા રસે તૈયાર થઈ અન્નમાંથી તત્ત્વ ખેંચાય છે, અને બીજા ભાગ મળ-મૂવ થઈ આંતરડામાં થઈ બહાર નીકળે છે. તેની ઉપરની બાજુએ કલેજાનો ડાબો ભાગ છે. હેજરીની ડાબી તરફ બરોળ છે. કલેજું પાંસળીઓની અંદર જમણા પડખામાં છે. કલેજાનું કામ લેહી શુદ્ધ કરવાનું અને પિત્ત પેદા કરવાનું છે. આ પિત્ત પાચનક્રિયાને સારૂ ઉપગનું છે.
પાંસળીઓની નીચે છાતીની બખોલમાં બીજા ઉપયોગી વિભાગો છે, તે અંત:કરણ અથવા રક્તાશય અને ફેફસાં એમ છે. આ અંત:કરણની થેલી બે ફેફસાંની વચમાં ડાબી તરફ હોય છે. છાતીમાં ડાબા જમણાં મળી ચેવીશ હાડકાં છે. પાંચમાં અને છઠ્ઠાં પાંસળાની વચ્ચે અંત:કરણને ધબકારો થાય છે. આપણને ડાબું અને જમણું એમ બે ફેફસાં છે, તે શ્વાસનળીનાં બનેલાં છે, હવાથી ભરેલો છે, ને તેમાં લેહી સાફ થાય છે. ફેફસામાં હવા પહોંચે છે તે શ્વાસનળીવાટે. તે હવા નસકોરામાં થઈને જવી જોઈએ. આમ નાકમાં થઈને હવા જાય તે ગરમ થઈને ફેફસામાં ઉતરે. ઘણા માણસો આ વાતથી અજાણ હોઈ હવાને મોઢાવાટે ગળે છે ને નુકસાન અમે છે. મોટું ખાવા વગેરેના કામમાં લેવાનું છે. હવા તો માત્ર નાકવાટેજ લેવી જોઈએ.
આપણે શરીરની કંઈક રચના તપાસી ગયા, તેના કેટલાક મુખ્ય ભાગનું સહેજ જ્ઞાન લીધું, હવે જેની ઉપર દેહને આધાર છે એ પ્રવાહી-લેહી–ને તપાસીએ. લોહી આપણને પોષણ આપે છે, વળી તે ખોરાકમાંથી પિષણ કરનાર ભાગને ના પાડે છે, નિરુપયેગી વસ્તુઓ-મળમૂત્ર-ને બહાર કહાડે છે, ને શરીરને એકસરખી ગરમીમાં રાખે છે. લોહી શરીરમાં રહેલી નળીઓનસો-વાટે નિરંતર ફર્યા કરે છે. આપણી નાડી ચાલે છે તે લેહીની ગતિને લીધે. જુવાન ને તંદુરસ્ત માણસની નાડી એક મિનિટમાં લગભગ ૫ વખત ચાલે છે, એટલે ૭૫ ધબકારા મારે છે. બચ્ચાની જલદ ચાલે છે, ને ઘરડા માણસની ઓછી ચાલે છે.