________________
પરિએ. મહ-અધિકાર
૪૫૯ = ======= === ===== %===જન હાસ્ય કરીને તે પણ કહેવા લાગી “હે ભાઈ! મારા ન રડવાનું કારણ સાંભળ-જેમ બહુ ત્રાણ છે તે ત્રણ નથી, તેમ અતિ દુઃખ છે તે દુઃખ નથી. તેથી મારું હદય વજના જેવું કઠોર થઈ ગયું છે. માટે હું રડતી નથી.” તે સાંભળી આ બિચારીને તે શું મહાદુઃખ પડયું હશે? એમ વિચારતાં તે વિપ્રવર્ય પુરોહિતનું મન પીગળી ગયું એટલે તે પાછે તેને કહેવા લાગ્યા –“હે હેન ! હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છું છું માટે મને યથાર્થ તારૂં વૃત્તાંત કહે
તે કહેવા લાગી-“હે ભદ્ર! પિતાનું દુશ્ચરિત્ર કોઈને કહેવું એ પિતાને અને પરને બંનેને લજજાકારી થાય છે. માટે તે પિતાની જઘાની માફક ઢાંકવું જ સારું છે, છતાં હે પરદુઃખજ્ઞ! નિરંતર સર્વનું હિત કરવામાં તારું મન તત્પર છે માટે મારું ચરિત્ર માત્ર સારા અને મારા સાંભળવામાં આવે એવી રીતે કહીશ, તો આ પાસેની વાડીમાં તું એકલો આવ.” તેનું વૃત્તાંત સાંભળવાની ઈરછાથી તેના કહ્યા પ્રમાણે તે બગીચામાં ગયો. પુરોહિતના સમાગમથી તે નેહવતી અને રોમાંચિત થઈને હૃદયમાં વિશ્વાસ લાવી પિતાનું અખિલ ચરિત્ર કહેવા લાગી:–
લક્ષ્મીતિલકનામના નગરમાં નિરંતર નિર્ધાવસ્થામાં રહેનાર, સર્વ વિઘામાં વિચક્ષણ વેદસાગર નામને બ્રાહ્મણ રહેતો હતો. રૂપ અને સૌભાગ્યથી સુશોભિત અને પતિવ્રતારૂપ સદગુણવાળી કામલક્ષ્મી નામની તેને પત્ની હતી. તેણીનાં વિચિત્યાદિ કૃત્ય અને સગુણેથી પ્રસન્ન રહીને આ જન્મનું દુઃસહ દારિદ્રયદુ:ખ તે જાણતું ન હતું. તેમને પ્રથમ વયમાંજ સારા લક્ષણવાળો અને સૈભાગ્યનું સ્થાન વેદવિચક્ષણ નામે પુત્ર થયું હતું. તે લગભગ એક વરસને થયે, ત્યારે એક દિવસે કામલક્ષ્મી નગરની બહાર જેટલામાં પાછું ભરવા ગઈ, તેટલામાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના સ્વામી મકરધ્વજ રાજાએ અકસ્માત આવીને સૈન્યથી તે નગર ઘેરી લીધું. તે વખતે દ્વારપાળેએ નગરના બધા દરવાજા એકદમ બંધ કર્યો, ત્યારે કેટલાક ચાલાક નગરવાસીઓ ભાગી ગયા અને બહાર ગયા હતા તે બહારજ રહ્યા. ચારે બાજુથી સૈન્ય આવેલું જેઈને ભયથી ગભરાઈને કામલક્ષ્મી નાસવા લાગી, એટલામાં કઈ સીપાઈએ તેણીને પકડી લીધી. તે બહુ સુરૂપવતી હોવાથી તેણે મકરધ્વજ રાજાને અર્પણ કરી. તે તેને જોઈને કામાંધ છે અને તરત પિતાના અંત:પુરમાં મોકલી દીધી. હવે અન્ન, ઘાસ, કાષ્ટાદિ ન મળવાથી આખું નગર દુઃખી થવા લાગ્યું. તે જોઈને હિતબુદ્ધિથી તે નગરના રાજાએ મકરધ્વજ રાજાને માગ્યા પ્રમાણે દંડ આપે, એટલે તે સંતુષ્ટ થઈને તરત પિતાના નગરભણી ચાલ્યા ગયે. હવે