________________
પરિ છે.
મેહ-અધિકાર.
વિગેરેએ તેને રજા આપી, એટલે અશ્વઉપર આરૂઢ થઈને દીન દુઃખી લોકેને ધન આપતી, પિતાના દુષ્કર્મના દુઃખથી દૂભાએલી એવી તેણુએ નદીના કાંઠે નગરવાસીઓએ રચેલ ચિતામાં નિર્ભય થઈને પ્રવેશ કર્યો. પાસે રહેલા નાગરિકોએ જેટલામાં તેણીની ચિતામાં અગ્નિ સળગા, તેટલામાં ભવિતવ્યતાના યોગથી અકસ્માત પુષ્કળ વરસાદ થયે. જે વખતે વરસાદ થયે તે વખતે વરસાદના પાણીથી પરાભવ પામીને વૃષભની જેમ નીચું મુખ કરી સ્વજનતાના અભાવથી સર્વ લોકે પિતાપિતાને ઠેકાણે ચાલ્યા ગયા. તે વખતે તરતજ ચિતા બુઝાઈ ગયે છતે જીવત એવી તે જરામાત્ર દાઝી અને નદીના પૂરમાં તણાવા લાગી. તણાતી તણુતી દેવગે નદીકાંઠે કયાંક અટકી રહી. તે વખતે લગભગ મૃતતુલ્ય એવી તે કઈક શેવાળીયાના જોવામાં આવી, એટલે
તે ગોવાળીયો કામલક્ષમીને પિતાને ઘેર લઈ ગયે અને મનમાં દયા લાવીને - નિરંતર તેને ઔષધોપચાર કરવા લાગ્યા. કેટલેક દિવસે તેનું શરીર નિરોગી થયું અને દેવગે પ્રથમકરતાં પણ અતિશય સ્વરૂપવતી તે થઈ - હવે રૂ૫, સૌભાગ્ય, લાવણ્ય અને મનહર શોભાવાળી તેને જોઈને ગોવાળીયે કામથી વિહુવલ બની તેને કહેવા લાગ્ય:–“હે સર્વાગ સુભાગે ! હવે જો તું મારે ઘેર રહીશ. તો મારી તમામ મિલકતની તું સ્વામિની છે અને હું તારો દાસ છું. પરંતુ જે તું અહીંથી જઈશ, તે મારા પ્રાણ તરતજ ચાલ્યા જશે, એમ જાણીને હે ભાગ્યવતી ! હવે તને જેમ સારું લાગે તેમ કર.” આ પ્રમાણેનું તેનું બોલવું સાંભળીને કામલક્ષ્મી વિચાર કરવા લાગી.
પૂર્વે પણ મેં સાત નરક જેટલું મહાપાપ ઉપાર્જેલું છે, માટે નિર્નિમિત્ત ઉપકારી એવા આ ગોવાળીયાનું પણ ઈષ્ટ થાઓ. “ જેમ સે તેમ પચાસ” એવી લોકમાં પણ કહેવત છે. મને લાગે છે કે, આટલાં મહાપાપ કર્યા છતાં હજી કાંઈ ન્યૂન હશે કે જેથી સર્વભક્ષી અગ્નિમાં મેં પ્રવેશ કર્યો છતાં તે ન્યૂનતા પૂરી કરવાને વિધાતાએ મને જીવતી રાખી છે.” કામલક્ષમીનું મન વિષયેથી ઉદ્વેગ પામેલું હતું, છતાં આવા અનેક પ્રકારના વિચાર કરીને કંઈક ઇદ્રિની ચપલતાથી તે ગોવાળીયાની ગેહિની થઈ. પછી ગાયનું દેહવું, છાશ વલોવવી વિગેરે ગપગ્રહને ઉચિત એવી સર્વ ક્રિયાઓ સંસર્ગના વશથી તે આસ્તે આસ્તે શીખી અને દહીં, છાશ વિગેરે વેચવા માટે ગોકુલમાંથી તે આ નગરમાં દરરેજ આવવા લાગી. હે સુજ્ઞ પુરોહિત! ખરેખર ! દુઃખથી દગ્ધ થયેલી પાપિણ કામલક્ષમી તે હુંજ છું! પતિ અને પુત્રના વિયેગથી દુઃખ પામી, રાજાની પત્ની થઈને પૂર્વના પતિનેહના વશથી દુષ્ટ બુદ્ધિ વડે રાજાને પણ મેં વધ કર્યો. સર્ષના દંશથી પૂર્વ પતિ મરણ પામેલ જોઈને ત્યાંથી