________________
૪૫૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદશ
(ા . ૫.)
અહિં કષ્ટથી મેળવેલ સર્વ ધન મેં જુગટામાં ખચી નાખ્યું, કષ્ટથી ગુરૂપાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાને મેં કુત્સિત પુરુષોના વખાણમાં ઉપયોગ કર્યો અને હારી વંશપરંપરાથી પ્રાપ્ત થયેલ એ જે વિનય તેને મેં વામ (સુન્દર) નેત્રવાળી સ્ત્રીને ખુશી કરવામાં ઉપયોગ કર્યો તે હવે હારા કાળ (મરણ સમય) બહુજ નજીક આવ્યા છે માટે પરવશ એ હું સત્પાત્રમાં આજ શું કરી શકું? ૧૫
મનુષ્યને મેહથી થતી ચિંતા હાથીના દષ્ટાંતથી સમજાવે છે. नो मन्ये दृढबन्धनात्क्षतमिदं नैंवाङ्कशोदघातनं,
स्कन्धारोहणताडनात्परिभवं नैवान्यदेशागमम् । चिन्तां मे जनयन्ति चेतसि यथा स्मृत्वा स्वयूथं वने,
सिंहवासितभीतभीरुकलभा यास्यन्ति कस्याश्रयम् ॥१६॥ j
એક હાથી કહે છે કે વનમાં સિંહથી ત્રાસ પામેલાં બીકણમાં બીકણું એવાં હારા બચ્ચાં કેને આશ્રય કરશે? એમ પિતાના યૂથ (ટેળા) ને સંભારીને ઉત્પન્ન થતી પીડાઓ હારા મનમાં જેવી રીતે ખેદ ઉત્પન્ન કરે છે, તેવી રીતે (સાંકળના) દઢ બંધનથી ઉત્પન્ન થયેલ આ ઘાને હું ગણકારતે નથી તેમ આંકડીયાના પ્રહારને ગણતો નથી, સ્કંધ (ખભા) ઉપર ચડીને તાડન કરવાથી ઉત્પન્ન થયેલા પરાભવને અને બીજા દેશમાં જવા (સંબંધી માર્ગઝમ) ને (અથવા હું પરદેશમાં આવ્યો છું તે બાબતને) હું નથી જ ગણતે. ૧૬ - એક અર્ધદગ્ધ પુરૂષ પોતાનું સંકટ જણાવે છે. जानामि क्षणभङ्गुरं जगदिदं जानामि तुच्छं सुखं,
जानामीन्द्रियवर्गमेतमखिलं स्वार्थैकनिष्ठं सदा । जानामि स्फुरिताचिरद्युतिचलं विस्फूर्जितं सम्पदां,
नो जानामि तथापि कः पुनरसौ मोहस्य हेतुर्मम ॥१७॥
આ જગત ને હું ક્ષણભંગુર છે એમ જાણું છું, તેમ સંસારનાં સુખ તુચ્છ છે એમ પણ જાણુંછું, આ સમગ્ર ઈન્દ્રિયેનો સમૂહ પિતાપિતાને સ્વાર્થ સિદ્ધ કરવામાં સદા એકનિષ્ઠાવાળો છે એમ પણ જાણું છું અને ચમકારા કરતી વિજળીના સમાન ચપલ એવી સંપદના (ધન વિગેરેના) ટંકાર (દેખાવ) ને પણ જાણું છું. છતાં નાશાત્મક પદાર્થોમાં આ હારા મેહનું કારણ કેણું છે? :