________________
પરિચછેદ.
આરોગ્ય અધિકારી,
નથી તેઓએ આવા કઠણ કાળમાં પરણવું જ ન જોઈએ; અને જે પરણ્યા વિના નજ ચાલે તે જેમ બને તેમ મોડું પરણવું જોઈએ. પચીસ કે ત્રીસ વર્ષ સુધી ન પરણવામાં જુવાન પુરૂએ “પણ” લેવાં ઘટે છે. આવું કરવાથી આરોગ્ય મળવા ઉપરાંત જે બીજા ફાયદા મળે તેનો વિચાર આ સ્થળે આપણે કરી શકતા નથી, પણ સૌ કોઈ પિતાની મેળે તે ફાયદા નીપજાવી શકશે.
જે માબાપ આ લખાણ વાંચે તેને એટલું કહેવું ઘટે છે કે તેમનાં છોકરાને બચપણમાંથીજ વિવાહ કે સગાઈ કરી વેચી આપે છે તેથી તેઓ ઘાતકી બને છે, તેમાં પિતાનાં બચ્ચાંને સ્વાર્થ તપાસવાને બદલે પિતાને અધ
સ્વાર્થ તપાસે છે. પિતાને મોટાં થવું છે, પિતાની નાત જમાતમાં નામ મેળવવું છે, કરાંના વિવાહ કરી તમાશો જોવે છે. કરાંનું હિત જુએ તે તે તેને અભ્યાસ તપાસે, તેનું જતન કરે, તેને શરીરની કેળવણી આપે. આ જમાનામાં બાળક છોકરાંને પરણાવી ઘરસંસારી ખટપટની જવાબદારીમાં મૂકી દેવાં એથી તેઓનું બીજું કર્યું મોટું અહિત હોઈ શકે?
છેવટમાં જે સ્ત્રી કે પુરુષ એક વખત પરણ્યાં છે તેમાં મોતથી વિગ થાય ત્યારે તે તેઓએ વૈધવ્ય પાળવું એ આરોગ્યને કાયદે છે. કેટલાક Bકટરોએ એવો અભિપ્રાય આપે છે કે જુવાન પુરુષ અથવા સ્ત્રીને વીર્યપાત થવાનો અવકાશ મળવા જ જોઈએ; બીજા કેટલાક ડકટરે એમ પણ કહે છે કે કોઈપણ સ્થિતિમાં વીર્યપાત કરવાની જરૂર નથી. આમ ડૉકટરે લડી મરે છે ત્યાં આપણે ડોકટરથી દેરવાઈ આપણા વિચારને ટેકે મળે એમ સમજી વિષયમાં લીન રહેવાનું સમજીએ એમ ન જ થવું જોઈએ. મારા પિતાને અનુભવ અને બીજાઓ જેનો અનુભવ હું જાણું છું તે ઉપરથી હું બેધડક રીતે કહી શકું છું કે આરોગ્ય જાળવવાને સારૂ વિષય કરવાની જરૂર નથી, એટલું જ નહિ પણ વિષય કરવાથી–વીર્યપાત થવાથી આરોગ્યને ઘણી નુકસાની પહોંચે છે. ઘણા વર્ષથી બંધાએલી મજબુતી–મનની ને તનની–એક વખતના વીર્ય પાતથી પણ એટલી જતી રહે છે કે તેને પાછી મેળવતાં બહુ વખત જોઈએ છીએ; અને તેટલો વખત જતાં પણ અસલ સ્થિતિ આવીજ શક્તી નથી. ભાંગેલા કાચને સાંધે મારી તેની પાસેથી કામ ભલે લો, પણ તે ભાંગેલો તે
ગણાશેજ.
જ વીર્યનું જતન કરવાને સારૂ સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, અગાઉ જણાવ્યા પ્રમાણે સ્વચ્છ ખોરાક અને સ્વચ્છ વિચારની પૂરી જરૂર છે. આમ નીતિને આરોગ્યની સાથે ઘણે નિકટ સંબંધ છે–સંપૂર્ણ નીતિવાન જ સંપૂર્ણ આરોગ્ય મેળવી શકે. જાગ્યા ત્યાંથી સવાર સમજી ઉપરનું લખવું ખૂબ વિચારી જેઓ