________________
ખ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશી
મનુષ્યના સ્થલ શરીરમાં કે સૂક્ષ્મ શરીરમાં બાહ્ય વાતાવરણમાંથી દાખલ થતાં કે અંદર ઉત્પન્ન થતાં વિમય પરમાણુ પોતાની સ્વાભાવિક શક્તિથી તથા બહારની અને અંદરની આકસ્મિક કે પ્રમાદવડે ઉભા કરેલા હેતુઓવાળી અનુકૂળતાઓ મળવાને લીધે અભિવૃદ્ધિને પામી આરોગ્યને નિબળ બનાવે છે તથા નષ્ટ પણ કરે છે. આરોગ્ય નિર્બળ થતાં રોગોનું બળ વધતું આવે છે અને તે બળ અમુક હદ ઉપરાંત જતાં મૃત્યુને પંજો પડવાનો પ્રસંગ પણ આવે છે માટે આરોગ્યને નિર્બળ ન થવા દેવું તથા રોગોના આક્રમણ સમયે પણ નષ્ટ ન થવા દેવાને જે પ્રયત્નોની જરૂર છે તે પ્રયત્નો સેવવાના
ગ્ય ઉપદેશે તથા તેની એગ્ય સૂચનાઓ દરેક મનુષ્ય સંપૂર્ણ રીતે લક્ષમાં રાખવી જોઈએ. અને જેમ હાનિકારક સૂક્ષમ વિષમય પરમાણુઓથી બચવાને કાળજી રાખવી જોઈએ તેવી જ રીતે સત્વર પ્રાણહારક પ્રત્યક્ષ વિષ પદાર્થોથી બચવાને પણ સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ એ બતાવવાને હવે પછીના અને ધિકારને સ્થાન આપવા આ અધિકારની નિવૃત્તિ કરવામાં આવે છે.
-~- ~ ~ विषापहरण-अधिकार.
-- - ટલાક વ્યાધિઓ જેમ અતિ દુખપ્રદ છે તેમજ કેટલાંક પ્રાણીઓ પણ મહાઝેરી હોવાથી અતિ દુખપ્રદ છે કે જે મના દંશથી મનુષ્ય જે તુરત ઉપાય ન લે તો પ્રાણથી
મુક્ત થઈ જાય છે અને કેટલાએકના દંશથી ( કરડવાથી) પ્રાણમુક્ત ન થતાં ઘણે વખત દુઃખ થાય છે. અચાનક આવી પડતી આ પ્રાણલેણ પીડામાંથી બચવા–બચાવવાને તેવા વિષને ઉતારનારા ઉપાયની માહિતી બહુ જરૂરી છે. એવા વિષહર પ્રયોગો ઘણા છે તેમાંથી આ સ્થળે જરૂર ટૂંકમાં જણાવ્યા છે.
સર્પદંશને ઉપાય.
अनुष्टुप्. ( १ थी १२) सर्पदष्टप्रदेशे तु, स्वयमेव विचक्षणः। मूत्रयेत्तत्क्षणादेव, निर्विषत्वमवाप्नुयात् ॥ १॥ (शा. प.)