________________
પરિચ્છેદ.
વિષાપહરણ–ધિકાર.
વિંછીના ઝેરને ઉપાય. पलाशबीजमर्कस्य, दुग्धे पिष्टं हरेत्क्षणात् । विषं वृश्चिकसम्भूतं, दंशस्थानविलेपनात् ॥ १२ ॥
ખાખરાના બીજને વાટીને આકડાના દુધસાથે, જે જગ્યાઉપર વીંછીએ દંશ કરેલ હોય ત્યાં લગાડવાથી તાત્કાલિક વીંછીના ઝેરને ઉતારે છે. ૧૨
સર્પભયનિવારણ.
માર્યા (૨૩ થી ૪) . आषाढशुक्लपक्षे, भानोदिवसे शिरीषवृक्षस्य । मूलं जलेन पिष्ट्वा, पिबेन भीस्तस्य सर्पोत्था ॥१३
આષાઢ માસના શુકલપક્ષમાં રવિવારને દિવસે સરસડાનું મૂલ પાણીસાથે વાટીને પીવાથી સર્પોને ભય રહેતો નથી. ૧૩
સર્પદંશને તાત્કાલિક ઉપાય. सद्यो भुजङ्गदशे, रविसुतमलपूरिते कदाचिदपि ।
(ા . 1.) व्रजति न धातुषु गरलं, सत्यं पाषाणरेखेव ॥ १४ ॥ (श
તત્કાલ સર્ષના દંશની જગ્યા ઉપર આકડાનું દુધ પુરી દેવાથી કોઈ દિવસે પણ તે માણસના શરીરમાં વિષ લેહી વગેરે ધાતુઓમાં વ્યાપ્ત થઈ શકતું નથી. તે ખરેખર પાષાણની રેખા સમાન છે. ૧૪ . સર્પદંશથી થયેલ ઘેનના નાશને ઉપાય.
शिरीषपुष्पं स्वरसेन भावितं त्रिः सप्तकृत्वो मरिचं सिताद्वयम्।। प्रयोजयेदञ्जनपानभावनैर्विमोहितानामपि सर्पदंशिनाम् ॥१५॥ (श
સરસડાનાં પુલને સરસડાના પાનના રસમાં એકવીશ વખત ભાવનાયુક્ત કરીને ( તેના રસમાં ભીંજવીને) તેમાં મરી અને બમણી સાકર મેળવીને અંજન તથા પાન કરાવવાથી તે, સપના દંશથી બેશુદ્ધ થઈ ગયેલ હોય તેને શુદ્ધિમાં લાવે છે. ૧૫
સ્થાવર અને જંગમ એમ બે પ્રકારનાં વિષ છે. પૃથ્વીમાંથી પેદા થતાં તથા વૃક્ષનાં મૂળ વગેરે જે વિષરૂપ હોય તે સ્થાવર વિષ અને સપ, વીંછી