________________
પરિચછેદ.
આરોગ્ય-અધિકાર..
સારામાં સારાં ચિત્ર તે ન નદશાનાંજ જોવામાં આવે છે પોષાક પહેરી શરીરનાં સાધારણ અંગે ઢાંકવામાં આપણે કેમ જાણે કુદરતને દોષ બતાવતા હેઈએ નહિ? જેમ આપણી પાસે વધારે પૈસા હોય તેમ આપણે વધારે ટાપટીપ કરતા જઈએ છીએ. કઈ કંઈ રીતે ને કઈ કંઈ રીતે રૂપ કહાડવા ઈચ્છે છે, ને પછી પિતાનું મહે અરીસામાં જોઈ મલકાય છે કે વાહ! હું કે રૂપાળો ? આપણાં બધાંની દષ્ટિ જે ઘણુ મહાવરાથી બગડી ન હોય તે આ પહો તુરત જોઈ શકીશું કે માણસનું સારામાં સારું રૂપ તે તેની નગ્નદશામાં રહેલું છે, અને તેનું આરોગ્ય પણ તેમાં છે. એક પહેરણ પહેર્યું કે તેટલે દરજજે રૂપને ભંગ કર્યો. કેમ જાણે આટલું બસ ન હોય તેથી મરદ અને સ્ત્રી બને જવાહર પહેરે છે. કઈ મરદે પગે બેડી પહેરે છે, કાનમાં વાળી લટકાવે છે, ને હાથે વીંટી રાખે છે. આ બધાં ગંદકીનાં ઘર છે, ને શોભા તે તેમાં શી રહેલી છે એ સમજવું સહેલું નથી. ઓરતોએ હદવાળી છે. પગે ન ઉપડે તેવાં કલ્લાં કે ઝાંઝર, કાનમાં પુષ્કળ વાળીઓ, નાકે વળી કુલડાં, હાથે પણ જેટલા દાગીના હોય તેટલા ઓછા. આ પહેરી શરીરે પુષ્કળ મેલ ચઢાવીએ છીએ. કાનમાં ને નાકમાં તે મેલની સીમા રહેતી નથી. આ મેલી દશાને આપણે શણગાર માની પૈસાના ખર્ચમાં તણાતા જઈએ છીએ ! ચેરના ભયથી જીવને જોખમમાં નાખતાં ડરતાં નથી. ખરું કહ્યું છે કે અભિમાનથી પેદા થએલી મૂર્ખતાને આપણે દુઃખ વેઠી જે કિંમત ભરીએ છીએ તે અઢળક છે. કાનમાં ગુમડાં થવા છતાં બૈરીઓએ પોતાના કાનની વાળી કહાડવા દીધી નથી. હાથે ગુમડું થાય, હાથ પાકે પણ બંગડી ન કઢાય. આંગળી પાકે પણ હીરાની વીંટી મરદ કે ઓરત કાઢે તે તેના રૂપમાં ખામી આવે! આવા દાખલા તે ઘણાઓએ નજરે જોયા હોવા જોઈએ.
પોષાક વિષે બહુ સુધારા કરવા મુશ્કેલ છે, છતાં ઘરેણાંને રજા આપી શકીએ તેમ છીએ. જરૂર જણાતાં સીવાયનાં કપડાં પણ જતાં કરી શકીએ તેમ છીએ. રીત રિવાજને અનુસરવા ખાતર કેટલાંક કપડાં રાખી બીજાને રજા આપી શકીએ તેમ છીએ. જેનું મન, પોષાક એ માણસનું આભૂષણ છે, એ વહેમમાંથી છુટું થયું છે, એ માણસ ઘણે સુધારો કરી પોતાનું આરોગ્ય સાચવી શકે છે.
હાલ વળી એ વાયરે વાગે છે કે યૂરોપને પિષાક આપણે પહે એ સરસ છે, ને એથી આપણે રૂવાબ પડે, તથા આપણને લોકો માન આપે. આ બધું વિચારવાને આ અવસર નથી. અહીં તે એટલું જ કહેવું જરૂર છે