________________
પરિચ્છેદ.
આરેાગ્ય-અધિકાર.
----
----
શરીર એકલી મગજમારીથી ક્ષીણ થઈ જાય છે, કંઈ ને કંઈ રાગ તેનાં શરીરમાં ઘર કરે છે, અને જ્યારે તેઓના અનુભવ દેશને ખૂન્ન કામ લાગે એવા હાય તેવે સમયે તેઓ દેહત્યાગ કરે છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એકલી મનકસરત કે એકલો શરીરકસરત ખસ નથી; તેમજ જે કસરત ઉપયાગી નથી એટલે રમતમાં મળે છે તે કસરત ખરાખર ગણાય નડિ; પરન્તુ જે કસરતમાં મન અને શરીર ખન્ને એકી વખતે ને આખા વખત કેળવાય એજ ખરી કસરત છે, ને એવા માણુસ તન્દુરસ્ત રહી શકે. આવા માણસ તા ખેડુતજ છે.
ત્યારે હવે ખેડુત નથી તેણે શું કરવું ? ક્રિકેટ વગેરે રમતાથી મળતી કસરત એ ખાખર નથી, એટલે આપણે એવી કસરત શેાધવી જોઇએ કે જેથી ખેડુતના જેવા કંઇક અર્થ સરે. વેપારી અને ખીજા બધા પાતાના ઘરની આ સપાસ વાડી બનાવી શકે છે, ને તેમાં ખાઢવાનું કામ એ કે ચાર કલાક હમેશાં કરી શકે છે. ફેરીવાળા વગેરેને તેા પેાતાના ધંધામાંજ કસરત મળી રહે છે. આપણે પારકા ઘરમાં રહેતા હાઇએ તે તેની જમીનમાં કેમ કામ કરી શકીએ એ સવાલ ન ઉઠવા જોઇએ, કેમકે એ હલકા મનની નિશાની છે. ગમે તેની જમીનમાં આપણે ખાદવા વાવવાનું કામ કરી શકીશું તેથી આપણને ફાયદાજ છે. આપણાં ઘર સુધરશે ને આપણે ખીજાની જમીન ઠીક રાખ્યાના સાષ ભગવી શકીશું. જેઆને જમીનનો કસરત ન મળી શકે અથવા જેઓને તે કોઇપણ રીતે પસં≠ આવે તેમ નથી તેવાઓને સારૂ એ શબ્દની જરૂર છે; જમીનમાં કામ કરવા સિવાય સર્વોત્તમ કસરત ચાલવાની છે. એ કસરતાની રાજા કહેવાય છે ને એ વાત વાસ્તવિક છે. આપણા ફ્કીશ અને સાધુએ બહુ તન્દુરસ્ત રહે છે તેનાં કારણોમાં એક એ પણ છે કે તેઓ ગાડી, ઘેાડા વગેરે વા હનાના ઉપયોગ કરતા નથી. તેઓ પેાતાની બધી મુસાફરી પગે કરે છે. થેારા કરીને મહાન અમેરીકન થઈ ગયા તેણે ચાલવાની કસરતવિષે અહુ વિચારવા લાયક પુસ્તક લખ્યુ છે. તેણે એમ જણાવ્યુ` છે કે પેાતાને વખત ન મળે એવા મહાનાથી જે માણસ ઘર મહાર નીકળતા નથી, હાલતા-ચાલતા નથી ને લ ખવા વગેરેનાં કામેા કરે છે, તે માણસનાં લખાણો વગેરે પણ જેવા તે માંદા તેવાં માંદાં હાય છે. પેાતાના અનુભવ વિષે તે જણાવે છે કે તેણે સરસમાં સરસ પુસ્તકો લખ્યાં ત્યારે તે હમેશાં વધારેમાં વધારે ચાલતેા. હમેશાં ચાર પાંચ કલાક ચાલવુ' એ તેના મનમાં કંઈજ ન હતું. આપણને ખરેખરી ભૂખ લાગી હાય ત્યારે જેમ આપણે કામ નથી કરી શકતા; તેમજ કસરતને વિષે હાવું જોઇએ, આપણા માનસિક કામનું માપ લેતાં આપણને આવડતું નથી તેથી
૪૦૭