________________
૪૧ર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ ========ાજકાર==== ====== એક પળમાં ગુમાવી બેસીએ છીએ. જ્યારે આપણે મદ ઉતરે છે ત્યારે આપણે રંક હાલતમાં રહીએ છીએ. બીજે દહાડે સવારમાં આપણું શરીર ભારે રહે છે, આપણને ખરૂં ચેન રહેતું નથી, આપણું કાયા મંદ થઈ ગઈ હોય છે, આપણું મન ઠેકાણું વગરનું હોય છે, તે બધું ઠેકાણે લાવવા-રાખવા, આપણે દૂધના કાઢા પીએ છીએ, ગજવેલ ફાકીએ છીએ, યાકુતિઓ લઈએ છીએ, વૈદ્યોની પાસે જઈને પુષ્ટિકારક દવા માગીએ છીએ, કયા ખેરાકથી આપણે કામ વધે એ આપણે શોધ્યા કરીએ છીએ. આમ દિવસે જાય છે, ને જેમ જેમ વર્ષ જાય છે તેમ તેમ અંગે, અકલે હીણ થઈએ છીએ અને ઘડપણમાં આપણી બુદ્ધિ ગએલી જોવામાં આવે છે.
ખરું જોતાં એમ ન થવું જોઈએ-ઘડપણમાં બુદ્ધિ મંદ થવાને બદલે તેજ થવી જોઈએ, આ દેહે મેળવેલો અનુભવ આપણને તથા બીજાને ઉપયોગી થઈ શકે એવી આપણી સ્થિતિ રહેવી જોઈએ; અને જેઓ બ્રહ્મચર્ય પાળે તેની તેવી સ્થિતિ રહે છે. તેને મરણનો ભય નથી અને મરણ સમયે પણ તે ઇશ્વરને ભૂલતો નથી, તે ખોટાં વલખાં મારતો નથી, ને ચાળા કરતો નથી. તે હસમુખે ચહેરે આ દેહને છેડી માલેકને પોતાને હિસાબ આપવા જાય છે. આજ પુરુષઆમ મરે તેજ સ્ત્રી. તેઓએ જ ખરું આરોગ્ય જાળવ્યું એમ ગણાય.
આપણે સાધારણ રીતે વિચાર કરતા નથી કે આ જગતમાં મેજ-મજા, અદેખાઈ, મોટાઈ, આડંબર, ગુરુ, અધીરાઈ, ઝેર વગેરેનું મૂળ આપણે બ્રહાચર્યને ભંગ કરીએ છીએ તે છે. આપણું મન આપણે હાથ ન રહે, ને દરરોજ એક કે વધારે વખત એક બાળક કરતાં પણ બેદબની જઈએ, તે પછી જાણ્યે અજાણ્યે યા ગુહા નહિ કરીએ-કયું ઘેર કર્મ કરતાં અટકીશું?
પણ આવું બ્રહ્મચર્ય પાળનારાને કણ જુએ છે? એવું બ્રહ્મચર્ય જે બધા પાળે તે દુનિયાનું સત્યાનાશ વળે. આમાં ધર્મચર્ચા આવી જવાનો સંભવ છે, એટલે તેટલે ભાગ છેડી માત્ર દુન્યવી વિચારજ કરીશું. મારા વિચાર પ્રમાણે આ બને સવાલનું મૂળ આપણે બીક અને કાયરતા છે. આપણે બ્રહ્મચર્ય પાળવા માગતા નથી એટલે તેમાંથી નીકળી જવાનું બહાનું શોધીએ છીએ. બ્રહ્મચર્ય પાળનારા આ દુનિયામાં ઘણએ પડયા છે, પણ તેને શોધતાં તુરતજ મળતા હોય તે તેનું મૂલ્ય પણ શું હોય ? હીરાને મેળવતાં પૃથ્વીના આંતરડામાં હજારો મજુરાને ગોંધાઈ રહેવું પડે છે, અને ત્યાર પછી પણ પર્વત જેટલી કાંકરીઓમાંથી એક મૂઠી જેટલા હીરા હાથ આવે છે, ત્યારે બ્રહ્મચર્ય પાળનારા હીરાને શોધવાને સારૂ કેટલે પ્રયત્ન કરવો જોઈએ, તે સૌએ ત્રિરાશી બાંધીને જવાબ શોધી કહાડ. બ્રહ્મચર્ય પાળતાં પૃથ્વીનું નિકંદન વળી જાય